તહેવાર પહેલાં મોંઘવારીનો માર: ઘરેલુ ગેસ સિલિન્ડર 15 રૂપિયા મોંઘુ થયું, પેટ્રોલ 30 પૈસા અને ડિઝલ 35 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયું

0
56
તહેવારની સિઝન પહેલાં સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો હતો. મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફરી એકવાર એલપીજી ગેસ સિલિન્ડર મોંઘો બન્યો છે.
તહેવારની સિઝન પહેલાં સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો હતો. મહિનાના પ્રથમ અઠવાડિયામાં ફરી એકવાર એલપીજી ગેસ સિલિન્ડર મોંઘો બન્યો છે.

તહેવાર પહેલા સામન્ય માણસને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. ઘરેલુ LPG ગેસ સિલિન્ડરની કિંમત ફરી વધી છે. ઓઈલ કંપનીઓએ સબસિડી વગરના 14.2 કિલોગ્રામ વાળા ગેસ સિલિન્ડરના ભાવ 15 રૂપિયા વધાર્યા છે.આ વધારા પછી રાજધાની દિલ્હીમાં રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધી 899.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે. જ્યારે 5 કિલોનો સિલિન્ડર હવે 502 રૂપિયામાં મળશે. ઓઈલ કંપનીઓએ એક ઓક્ટોબરે 19 કિલોગ્રામના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 43.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધી વધાર્યા હતા.

પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં વધારો
પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં પણ વધારો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. તે પછી પેટ્રોલ 102.94 અને ડીઝલ 91.42 રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યો છે. આ વખતે પાંચમી વખત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. દેશના 26 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયું છે.

CNG-PNGની કિંમત પણ વધી
નેચરલ ગેસના ભાવ વધવાથી CNG, PNB અને રસોઈ ગેસની કિંમતમાં વધારો થયો છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ(IGL)એ દિલ્હી-એનસીઆરમાં CNGના ભાવ 2.55 રૂપિયા પ્રતિ કિલો વધાર્યા છે. જ્યારે PNGની કિંમતમાં 2.10 રૂપિયા પ્રતિ ધનમીટરનો વધારો કર્યો છે.

આ વર્ષે પેટ્રોલ 19.03 અને ડીઝલ 17.36 રૂપિયા સુધી મોંઘુ થયું
આ વર્ષે 1 જાન્યુઆરીએ પેટ્રોલ 83.97 અને ડિઝલ 74.12 રૂપિયા પ્રતિ લિટર હતું. તે હવે 102.94 અને 91.42 રૂપિયા પ્રતિ લિટર થયું છે. એટલે કે 9 મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ 19.03 અને ડિઝલ 17.36 રૂપિયા સુધી મોંઘુ થયું છે.