કેન્યામાં દુષ્કાળ: ભૂખ અને તરસથી વલખાં મારતાં પ્રાણીઓ મોતને ભેટ્યાં

0
15
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું- કેન્યાના 29 લાખ લોકોને તાત્કાલિક મદદની જરૂર છે
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું- કેન્યાના 29 લાખ લોકોને તાત્કાલિક મદદની જરૂર છે

કેન્યા ભયંકર દુષ્કાળની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દેશમાં ભયંકર દુષ્કાળની અસર ત્યાંનાં પશુ-પંખી અને પ્રાણીઓ પર પણ પડી છે. આ દરમિયાન ભૂખ અને તરસથી વલખાં મારતા મોતને ભેટેલા જિરાફોની કાળજું કંપાવી દે તેવી તસવીરો સામે આવી છે. ઈન્ટરનેટ પર જે તસવીરો શેર કરવામાં આવી રહી છે એ કેન્યાના ઉત્તર-પૂર્વીય શહેર વઝીરમાં સાબુલી વન્યજીવ અભયારણ્યની અંદર છ જિરાફ મૃત હાલતમાં પડેલા છે.

ભૂખ અને તરસને કારણે વન્યજીવો મોતને ભેટ્યા
આ તસવીર ભૂખ અને તરસથી વલખાં મારી રહેલા જિરાફોનાં મોતને ભેટ્યા બાદની છે. જણાવવામાં આવી રહ્યું છે કે જિરાફ નજીકમાં સુકાયેલા જળાશયમાં પાણી પીવાના પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ કાદવના ફસાઈ ગયા હતા અને તમામ જિરાફો મોતને ભેટ્યા હતા. બાદમાં ત્યાંથી જિરાફના મૃતદેહોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી આ તસવીરો લેવામાં આવી હતી. જળાશયના પાણીને દૂષિત થતું અટકાવવા માટે આ મૃત પડેલા જિરાફોને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા હતા.અન્ય એક તસવીરમાં આઈરીબ ગામના મદદનીશ ચીફ અબ્દી કરીમ છ જિરાફના મૃતદેહને જોઈ રહ્યા છે. આ વિસ્તાર સાબુલી વન્યજીવ સંરક્ષણ હેઠળના આઇરીબ ગામની બહારના ક્ષેત્રમાં આવેલો છે. આ તસવીર 10મી ડિસેમ્બરે લેવામાં આવી હતી.