Sunday, October 4, 2026
HomeGujaratVadodaraવડોદરા કલેક્ટર કચેરીને RDX બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ ધમકી

વડોદરા કલેક્ટર કચેરીને RDX બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ ધમકી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

વડોદરા: ગુજરાતમાં સરકારી અને ખાનગી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે અમદાવાદની શાળાઓ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તંત્ર દોડતું થયું હતું, જે બાદ આજે ફરી એકવાર વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા બાદ તંત્ર દોડતું થયું છે. મળતી જાણકારી મુજબ, વડોદરા કલેક્ટર કચેરીના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. જેમાં અત્યંત ખતરનાક ગણાતા RDX બોમ્બનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઈ-મેઈલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, “કલેક્ટર ઓફિસમાં RDX મૂકવામાં આવ્યું છે અને બપોરે 1:00 વાગ્યા સુધીમાં આ બોમ્બ બ્લાસ્ટ થશે.” ઈ-મેઈલ મોકલનાર શખ્સે ઓફિસ ખાલી કરી દેવાની પણ ચેતવણી આપી છે.આ ધમકી મળતા જ ગંભીરતાને ધ્યાને રાખીને તુરંત જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા કચેરીના ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ સુરક્ષાના કારણોસર કચેરીમાં હાજર કર્મચારીઓ અને અરજદારોને તાત્કાલિક બહાર કાઢી પરિસર ખાલી કરાવવામાં આવ્યું છે. તો આ તરફ ઈ-મેઈલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તે જાણવા માટે સાયબર ક્રાઈમની ટીમ પણ સક્રિય થઈ છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here