શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં, આખરે માર્કશીટ કેવી રીતે તૈયાર કરવી?

0
27
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12માં માસ પ્રમોશન બાદ પરિણામ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલાની મથામણ ચાલી રહી છે, 100 માર્કના એસેસમેન્ટમાં ધો.10નું પરિણામ પાયો બનશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12માં માસ પ્રમોશન બાદ પરિણામ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલાની મથામણ ચાલી રહી છે, 100 માર્કના એસેસમેન્ટમાં ધો.10નું પરિણામ પાયો બનશે.

માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ મેળવવા માટે શું કરવું એને લઈને મૂંઝવણ ઊભી થઈ છે

ધોરણ 10 અને 12માં માસ પ્રમોશનની જાહેરાત કરી દેવામાં આવ્યાં છે, પરંતુ હવે વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ મેળવવા માટે શું કરવું એને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. શિક્ષણ વિભાગ દ્વારા કઈ રીતે પરિણામ જાહેર કરવામાં આવે છે એના પર આગળની પ્રવેશપ્રક્રિયાનો આધાર છે. પરિણામ કઈ રીતે આપવું એને લઈને શિક્ષણ વિભાગ પણ મૂંઝવણમાં છે, પરંતુ CBSEની જેમ જ પરિણામ આપવામાં આવે તો ધોરણ 10માં છેલ્લાં 3 વર્ષનાં પરિણામના આધારે માર્કશીટ તૈયાર કરવામાં આવશે.ગુજરાત બોર્ડ દ્વારા CBSE બોર્ડની જ અનુકરણ કરવામાં આવી રહ્યું છે. CBSE દ્વારા પહેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. એ બાદ ગુજરાત બોર્ડ દ્વારા પણ ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા અને કાર્યક્રમની જાહેરાત ઉતાવળે કરવામાં આવી હતી અને બાદમાં CBSE દ્વારા ધોરણ 12માં માસ પ્રમોશન આપવામાં આવ્યું. એ બાદ ગુજરાત સરકારે પણ પોતાની નિર્ણય બદલ્યો અને કેન્દ્રના નિર્ણય મુજબ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને માસ પ્રમોશનની જાહેરાત કરી દીધી ગુજરાત બોર્ડ CBSEનું અનુકરણ જ કરી રહ્યું છે. માસ પ્રમોશનમાં અનુકરણ જ કરવામાં આવ્યું એ જ રીતે CBSE બોર્ડ પ્રમાણે પરિણામ જાહેર કરવામાં આવે તો શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર CBSE બોર્ડમાં છેલ્લાં 3 વર્ષના પરિણામના આધારે ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્કશીટ તૈયાર કરવામાં આવી શકે છે, તો ગુજરાત બોર્ડ દ્વારા પણ 3 વર્ષનાં પરિણામના આધારે માર્કશીટ તૈયાર કરવામાં આવશે. વર્ષ 2018-19, 2019-20 અને 2020-21નાં પરિણામના આધારે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે.