Saturday, September 26, 2026
HomeGujaratAhmedabadકોરોના કાબુમાં આવતાં જ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી; મંદિરના ટ્રસ્ટી મંડળ અને...

કોરોના કાબુમાં આવતાં જ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી; મંદિરના ટ્રસ્ટી મંડળ અને શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

અમદાવાદ : શહેરમાં આગામી 12 જુલાઈએ અષાઢી બીજે રથયાત્રા નીકળશે કે નહીં એ અંગે હજુ સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ મંદિર ટ્રસ્ટી મંડળ અને શહેર પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોલીસ અને મ્યુનિ. અધિકારીઓએ સોમવારે રથયાત્રાના રૂટ, ભયજનક મકાનો, તૂટેલા રસ્તાની સમીક્ષા કરી હતી. અમદાવાદમાં સામાન્ય રીતે ભગવાન જગન્નાથની રથયાત્રાના 2 મહિના પહેલાં જ શહેર પોલીસ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે રથયાત્રા કાઢી શકાય તેમ ન હોવાથી પોલીસ પણ રથયાત્રાને લઈને નિશ્ચિંત હતી, પરંતુ એકાએક અમદાવાદ પોલીસે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે પોલીસે મ્યુનિ. સાથે મળીને રથયાત્રાના આખા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. શહેર પોલીસ અને મ્યુનિ.ના અધિકારીઓએ રૂટ પરના તૂટેલા રસ્તા રિપેર કરવા, નડતરરૂપ દબાણ, ભયજનક મકાન-ઝાડની પણ સમીક્ષા કરી હતી. આ ઉપરાંત પોલીસે ધાબા પોઇન્ટ, સીસીટીવી કેમેરા લગાવવા સહિતની કામગીરીની સમીક્ષા પણ શરૂ કરાઈ છે. આ સાથે અગાઉ રથયાત્રામાં ફરજ બજાવી ચૂકેલા પોલીસ અધિકારી, કર્મચારીઓની યાદી બનાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે એક બાજુ પોલીસ અત્યારસુધી કોરોનાની ગાઇડલાઇનની વાતો કરતી હતી એ જ પોલીસ હવે રથયાત્રાની તૈયારીમાં જોડાઈ હોવાનો સૂર શરૂ થયો છે. જોકે રાજ્ય સરકાર દ્વારા હજી સુધી રથયાત્રા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here