Fake Alert: સ્ટેચ્યૂ ઓફ યુનિટી આગળ ભોજન કરતા ભિક્ષુક બાળકોની મોર્ફ કરેલી તસવીરનું આ છે સત્ય !

0
43
./news/MGUJ-AHM-HMU-LCL-fake-alert-manipulated-photo-of-statue-of-unity-being-circulated-gujarati-news-5977122-PHO.html?ref=ht&seq=2
./news/MGUJ-AHM-HMU-LCL-fake-alert-manipulated-photo-of-statue-of-unity-being-circulated-gujarati-news-5977122-PHO.html?ref=ht&seq=2

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. જેથી વિશ્વભરમાં ગુજરાતનું ગૌરવ વધ્યું છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક ફોટો વાઈરલ થયો હતો જેમાં સરદાર પટેલના સ્ટેચ્યૂ આગળ ભિક્ષુક બાળકો ભોજન કરી રહ્યાં છે. ગુજરાતને બદનામ કરવાની ભાવના રાખતા અમુક તત્વોએ આ ફોટો ફોટોશોપના માધ્યમથી મોર્ફ કરીને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો. આ વાઈરલ ફોટો પાછળનું રહસ્ય જાણવાનો પ્રયાસ કરતા સમગ્ર હકીકત સામે આવી છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થતા આ ફોટા પાછળની હકીકતની તપાસમાં સામે આવ્યું કે આ ફોટો અમદાવાદના એક ફૂટપાથ પરનો છે. જેમાં એક ગરીબ મહિલા તેના બાળકોને ભોજન કરાવી રહી છે. સાથે- સાથે આ પણ સામે આવ્યું છે કે 26 ફેબ્રુઆરી 2010ના રોજ એક ફોટોગ્રાફરે આ ફોટો ક્લિક કર્યો હતો. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાને બદનામ કરવાની ભાવના રાખતા અમુક તત્વોએ ગુજરાત સાથે દેશનું પણ અપમાન કર્યું છે