આ કેવી યુનિટી? બિન ગુજરાતી-ભાજપી નેતાઓ કાર્યક્રમમાં રહ્યાં ગેરહાજર

0
43
NAT-HDLN-statue-of-unity-not-any-non-gujarati-leaders-present-on-stage-gujarati-news-5976487.html?ref=ht&seq=2
NAT-HDLN-statue-of-unity-not-any-non-gujarati-leaders-present-on-stage-gujarati-news-5976487.html?ref=ht&seq=2

દેશના પહેલાં નાયબ વડાપ્રધાન, ગૃહ મંત્રી અને સૂચના પ્રસારણ મંત્રી સરદાર વલ્લભ ભાઈ પટેલની જ્યંતી પર વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં નર્મદાના કાંઠે 182 મીટર ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું અનાવરણ કર્યું. જો કે આ કાર્યક્રમમાં સ્ટેજ પર કોઈ યુનિટી જોવા મળી ન હતી. એટલે કે વિશ્વની સૌથી ઉંચી મૂર્તિના અનાવરણમાં એક પણ રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યાં ન હતા. સ્ટેજ પર માત્ર બે રાજ્યના રાજ્યપાલ જ હાજર રહ્યાં હતા અને તે પણ ગુજરાતી હોવાથી ઉપસ્થિત રહ્યાં હતા.

સામાન્ય રીતે ભાજપે જે જે રાજ્યમાં વિધાનસભા સર કરી છે ત્યાં શપથ સમારંભમાં NDA શાસિત મુખ્યમંત્રીઓની વણઝાર હોય છે પરંતુ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના અનાવરણમાં સ્ટેજ પર મૂળ ગુજરાતી હોય તેવા જ રાજનેતાઓ જોવા મળ્યાં હતા.

સ્ટેજ પર ન જોવા મળી યુનિટી

– છેલ્લાં ઘણાં દિવસોથી દેશભરમાં એક ચર્ચાં થઈ રહી હતી અને તે હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ.

– PM મોદી આ મૂર્તિનું અનાવરણ કરવાના હોય ત્યારે ભાજપ સ્ટાઈલ મુજબ ભારે ભપકો અને દેખાવો કરવાના ઓરતા હતા. જો કે તેમાં કંઈક અંશે સફળતા પણ મળી.

– આ કાર્યક્રમ પહેલાં દેશના દરેક રાજ્યોના મુખ્યમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યાં હતા. જે અંતર્ગત એક ઉચ્ચ સ્તરીય ટીમને ગઠીત કરી દેશના દરેક મુખ્યમંત્રીની મુલાકાત કરી આમંત્રણ અપાયાં હતા.

– યુપીના CMને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી આમંત્રણ આપવા પહોંચ્યા હતા. તો બિહારના CM નીતિશ કુમારને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આપ્યું હતું. તો ઝારખંડના CM રઘુવર દાસને ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ પટેલના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે આમંત્રણ આપ્યું હતું.

-જો કે આ કાર્યક્રમના સ્ટેજ પર યુનિટી જોવા મળી ન હતી. અને અનાવરણના કાર્યક્રમમાં ગેરભાજપ શાસિત મુખ્યમંત્રી કે તેમના પ્રતિનિધો તો ઠીક ભાજપ શાસિત પ્રદેશના CM કે કોઈ અધિકારીઓ લગભગ હાજર રહ્યાં ન હતા.

ગુજરાતી હોવાને કારણે બે CM સ્ટેજ પર જોવા મળ્યાં

– અનાવરણના કાર્યક્રમ મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા જ માત્ર હાજર રહ્યાં હતા. જો કે તેઓ ગુજરાતી હોવાને કારણે સ્ટેજ પર હાજર રહ્યાં હતા.

– અખંડ ભારતના નિર્માતા તરીકે સરદાર પટેલને કાયમ યાદ કરવામાં આવે છે. પરંતુ સરદારના નામ ભપકદાર કાર્યક્રમ કરનાર નેતાઓ સરદારના નામે લોકોને એકઠાં કરી શક્યા ન હતા ત્યારે સવાલ થાય કે આ કેવી યુનિટી?

NAT-HDLN-statue-of-unity-not-any-non-gujarati-leaders-present-on-stage-gujarati-news-5976487.html?ref=ht&seq=2
NAT-HDLN-statue-of-unity-not-any-non-gujarati-leaders-present-on-stage-gujarati-news-5976487.html?ref=ht&seq=2