Monday, September 14, 2026
HomeGujaratઅરવલ્લી અને ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

અરવલ્લી અને ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

Date:

Related stories

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું છે અને અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત ચિંતામાં મુકાયો છે.અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ પંથકમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ભરશિયાળે વરસાદ પડતા રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. માત્ર અરવલ્લી જ નહીં, દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના અહેવાલ પ્રાપ્ત થયા છે.આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. ખાસ કરીને માવઠાના કારણે રવિ પાક જેવા કે ઘઉં અને બટાકાના પાકમાં રોગચાળો (જીવાત અથવા ફૂગ) આવવાની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદી માહોલ લાંબો સમય ચાલશે તો પાક તૈયાર થવાના સમયે જ બગડવાની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.ડાંગ જિલ્લામાં સાપુતારા, આહવા અને વઘઈ પંથકમાં જોરદાર પવન સાથે વરસાદી ઝાપટાં નોંધાયા છે. આ ઉપરાંત સુરત અને વલસાડના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. બીજી તરફ કચ્છ જિલ્લાના લખપત અને નારાયણ સરોવર જેવા સરહદી વિસ્તારોમાં પણ અચાનક કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હોવાની માહિતી મળી છે.

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

જિયોસ્ટાર કિડ્સ એન્ડ ફેમિલીની નવી સિરીઝ ‘જંગલ ટેલ્સ વિથ...

મુંબઈ, 10 સપ્ટેમ્બર 2026: જિયોસ્ટારના કિડ્સ એન્ડ ફેમિલી પોર્ટફોલિયો...

વોલ્ટાસ કૂલીંગ અને હોમ એપ્લાયંસિસ પર આકર્ષક તહેવાર ઓફર્સ...

ગ્રાહકો 15% સુધીની કેશબેક, રૂ. 6000 સુધીના ફાયદાઓ અને...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

રેઝરપે દ્વારા મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026 ખાતે વડા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here