BJP IT સેલના વડા અમિત માલવિયા વિરુદ્ધ FIR, રાહુલ ગાંધી પરના ટ્વીટ અંગે કોંગ્રેસે કરી ફરિયાદ

0
8
દેશની છબી ખરડવામાં સૌથી વધુ હાથ ભાજપ IT સેલનો : પવન ખેડા
અમિત માલવિયાએ 17મી જૂને એક ટ્વીટ કર્યુ હતું

નવી દિલ્હી : કોંગ્રેસે બીજેપી IT સેલના વડા અમિત માલવિયા વિરુદ્ધ FIR દાખલ કરી છે. કોંગ્રેસના નેતા કે રમેશ બાબુની ફરિયાદ બાદ બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનમાં બીજેપી નેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસે માલવિયા પર રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ ટ્વીટ કરવાનો આરોપ લગાવ્યો છે.રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ બીજેપી IT સેલના વડા અમિત માલવિયા વિરુદ્ધ IPC કલમ 153A, 120B, 505(2), 34 હેઠળ હાઈ ગ્રાઉન્ડ પીએસ, બેંગલુરુ ખાતે FIR નોંધવામાં આવી છે. કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગે બીજેપી  IT સેલના વડા અમિત માલવિયા સામે નોંધાયેલી FIR પર બોલતા કહ્યું હતું કે જ્યારે પણ ભાજપને કાયદાકીય તબક્કામાંથી પસાર થવું પડે છે ત્યારે તેઓ રડવા લાગે છે. તેમને દેશના કાયદાનું પાલન કરવામાં સમસ્યા છે. હું ભાજપને પૂછવા માંગુ છું કે FIRનો કયો ભાગ ખોટા ઈરાદાથી દાખલ કરવામાં આવ્યો છે. અમે કાયદાકીય અભિપ્રાય લીધા પછી આ કર્યું છે. રાહુલ ગાંધી ખતરનાક છે અને કપટી રમત રમી રહ્યા છે તેમ માલવિયાએ એક ટ્વિટમાં લખ્યુ હતું. આ ટ્વીટ તેણે 17મી જૂનના રોજ કર્યું હતું.કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું કે કોંગ્રેસે કર્ણાટકમાં બીજેપી IT સેલ અમિત માલવિયા વિરુદ્ધ FIR નોંધાવી છે. તેના પર તેણે કહ્યું કે માત્ર એક જ FIR થઈ છે જે સારુ નથી, તેની સામે વધુ કેસ નોંધવા જોઈએ. જે રીતે તેઓ ખાલી સત્ય સાથે જ ખિલવાડ કરતા નથી, તેઓ કોઈના ચરિત્ર અને છબી સાથે પણ રમે છે. તે જોતા વધુ કેસ નોંધવા જોઈએ. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે દેશની છબી ખરડવામાં જો કોઈનો સૌથી વધુ હાથ હોય તો તે ભાજપ IT સેલનો છે.