રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો સુધી, ફ્લિપકાર્ટની ક્વિક કોમર્સ સેવા ફ્લિપકાર્ટ મિનિટ્સ એ 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર વચ્ચે ઓર્ડરમાં 3 ગણો વધારો નોંધાવ્યો છે. આ વૃદ્ધિ મુખ્યત્વે તહેવારોની આવશ્યક વસ્તુઓ, હોમ એન્ડ કચન, ડેકોર અને ગિફ્ટિંગ શ્રેણીઓ દ્વારા સંચાલિત હતી.

દિવાઓની માંગમાં 12 ગણો વધારો જોવા મળ્યો હતો, જ્યારે તોરણ, રંગોળી પાવડર, રાઇસ લાઇટ્સ અને વાટ પણ લોકપ્રિય આઇટમ્સ રહી હતી. હોમ ડેકોર કેટેગરીમાં 5 ગણો વધારો થયો હતો, જેમાં ડિનર સેટ અને ફ્લોર લેમ્પની ભારે માંગ રહી હતી. ધનતેરસના શુભ અવસર પર સોનાના સિક્કા અને બારના વેચાણમાં 2 ગણાથી વધુ વધારો થયો હતો. આ સિવાય જુઇસર મિક્સર, એર ફ્રાયર અને ઇન્ડક્શન કૂકટોપ જેવા કિચન એપ્લાયન્સિસમાં 10 ગણો વધારો જોવા મળ્યો, જે દર્શાવે છે કે ગ્રાહકો હવે રોજિંદી વસ્તુઓ સિવાય અન્ય સામાન માટે પણ ક્વિક કોમર્સનો ઉપયોગ કરી રહ્યા છે.
દિવાળીની ઉજવણી આગળ વધવાની સાથે, પૂજા સામગ્રી જેમ કે ચૌકી, પૂજાના કપડાં, હવન સામગ્રી, પૂજા થાળી સેટ, અગરબત્તી અને ધૂપના વેચાણમાં 4 ગણો વધારો થયો હતો. ઉપરાંત, પરફ્યુમ, ડીઓડરન્ટ્સ અને ગિફ્ટ હેમ્પર્સ જેવી ભેટસોગાદની વસ્તુઓમાં 2 ગણાથી વધુ વધારો થયો હતો.
મીઠાઈઓ અને નમકીન તહેવારોની ખરીદીનો મહત્વપૂર્ણ ભાગ બન્યા રહ્યા, જેમાં ગ્રાહકોએ પરંપરાગત વાનગીઓ સાથે હેલ્ધી વિકલ્પો પણ પસંદ કર્યા હતા. ફ્લિપકાર્ટ મિનિટ્સે તેની મીઠાઈઓની શ્રેણીમાં 2.5 ગણો (2.5X) વિસ્તાર કર્યો હતો, જેમાં છેડા’સ, ઓમ સ્વીટ્સ અને બલરામ મલ્લિક જેવા પ્રાદેશિક બ્રાન્ડ્સ સમાવિષ્ટ હતા. હેલ્ધી સ્નેક્સ અને મીઠાઈઓના ઓર્ડરમાં ગત તહેવારોની સરખામણીએ 3 ગણો વધારો થયો હતો, જે હેલ્ધી ચિપ્સ, નમકીન, ઓછી સાકર વાળી, શુગર-ફ્રી, ખજૂર આધારિત મીઠાઈઓ અને આઈસ્ક્રીમની માંગને આભારી છે.
બેંગલુરુ, દિલ્હી, કોલકાતા અને મુંબઈ જેવા શહેરો ઓર્ડર આપવામાં મોખરે રહ્યા હતા, જ્યારે ઝીરકપુર, મૈસૂર, ભિવાડી અને અંબાલા આ સમયગાળા દરમિયાન મુખ્ય ટિયર-2 અને ટિયર-3 ગ્રોથ માર્કેટ તરીકે ઉભરી આવ્યા હતા. ઓર્ડરનો સૌથી મોટો વધારો 1 નવેમ્બરના રોજ નોંધાયો હતો.
