દિવાળી પછીનો પહેલો રવિવાર એટલે શું લખું? એમ વિચારતી હતી! દિવાળી અને મોંઘવારી બંને વિરોધાભાસ! લાખો રુપિયાનો થયેલ ધૂમાડો કે પછી ઘરમાં જ નાની ટબૂકડી ને આજની પેઢી જે રીતે ઉછેરે છે! એ પેરેનટિંગ પર લખું! ખરેખર એમાં ગુણવત્તા પણ દેખાઈ! પરંતુ આજે કેટલાય દિવસે બે ત્રણ છાપાં જોયાં તો એમાં મહત્વના સમાચારમાં દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ વધ્યું અને દિલ્હી લાહોરને પાછળ રાખીને વિશ્વનું સૌથી વધુ પ્રદુષિત શહેર બન્યું. બીજું મણિપુરમાં ફાટી નીકળેલી વંશીય હિંસા અને એનો અહેવાલ આપવાની મુદ્ત છ મહિનાની લંબાવાઈ.

પણ આવા બધા નકારાત્મક વિષયથી નવા વર્ષની શરૂઆત નહોતી કરવી, અને એટલે તેલંગણાની રાજધાની હૈદરાબાદમાં ત્યાંની રાજ્ય સરકાર અને કોંગ્રેસ દ્વારા 2026 ની બે દિવસીય ભરત સમિટ શરૂ થઈ જેમાં 70 જેટલા દેશોએ ભાગ લીધો અને જેની મુખ્ય થીમ “નવી દુનિયાનું નિર્માણ” એ રહી છે, જેમાં 1000 થી વધુ પ્રતિનિધિ ઓ સાથે મળીને વૈશ્વિક શાંતિ અને આર્થિક સમૃદ્ધિ જેવી સમસ્યા પર વિચારશે! આજના સમયની આ માંગ છે, વધુને વધુ દેશ જ્યારે આમાં સંમતિ દર્શાવીને સામેલ થાય, ત્યારે ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે. સમિટના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ! અને જો એ મુજબ સહિયારો અમલ થાય તો વસુધૈવ કુટુંબનો પાયો નંખાયો એવું કહી શકાય.
ભારત સમિટનાં મુખ્ય વૈશ્વિક રાજનીતિ અને વૈશ્વિક શાંતિ જેમાં નવી વૈશ્વિક વ્યવસ્થા, બદલાતા આંતરરાષ્ટ્રીય પરિદ્રશ્યમાં શાંતિ, બિનજોડાણવાદ અને બહુપક્ષીય સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
લોકશાહી અને ચૂંટણી પારદર્શિતા. લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરવા, સહકારી સંઘવાદ અને ચૂંટણી પ્રક્રિયાની અખંડિતતા જાળવવા અંગે ચર્ચા કરવામાં આવી છે.
- આર્થિક ન્યાય અને ટેકનોલોજી
આર્થિક સ્થિરતા અને મોંઘવારી. વૈશ્વિક આર્થિક ન્યાય, ગરીબ અને નબળા વર્ગો પર વધતી મોંઘવારીની અસર અને ક્લાઉડ કેપિટાલિઝમ જેવા વિષયો પર મંથન કરાયું છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI). ભવિષ્યની ટેકનોલોજી, AI ની વૈશ્વિક અસરો અને તેના નિયમન અંગે વિશેષ સત્રો યોજાયા છે.
- પર્યાવરણ અને સામાજિક મુદ્દાઓ
ક્લાઈમેટ ચેન્જ. પર્યાવરણીય પડકારો અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે વૈશ્વિક સ્તરે સંયુક્ત પગલાં લેવા પર ચર્ચા થઈ છે.
જાતિગત સમાનતા અને યુવા નેતૃત્વ. મહિલા સશક્તિકરણ, જાતિગત સમાનતા આરોગ્ય સુવિધાઓ અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાના મુદ્દાઓ આવરી લેવાયા છે.
- તેલંગાણા કેન્દ્રિત અને શ્રમિક કલ્યાણના મુદ્દાઓ
ગિગ વર્કર્સની સુરક્ષા. ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે સામાજિક સુરક્ષા, આરોગ્ય, અકસ્માત વીમો અને રોજગાર સુરક્ષા જેવા કાયદાકીય પાસાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી છે.
તેલંગાણાનો વિકાસ રોડમેપ. ‘તેલંગાણા રાઇઝિંગ’ સત્રો અંતર્ગત ફ્યુચર સિટી પ્રોજેક્ટ, સામાજિક ન્યાય અને રાજ્યની કલ્યાણકારી યોજનાઓ રજૂ કરવામાં આવી છે.
હૈદરાબાદમાં 13 અને 14 નવેમ્બર 2026નાં રોજ યોજાયેલી ભારત સમિટ 2026 માં ભારત અને વિદેશનાં અનેક પ્રમુખ રાજકીય નેતાઓ, પૂર્વ મંત્રીઓ અને અર્થશાસ્ત્રીઓએ ભાગ લીધો છે.
સલમાન ખુર્શીદ એવમ પૂર્વ વિદેશ મંત્રી એ સમિટના પોતાના પ્રવચનમાં નેવિગેશન ધ ન્યૂ વર્લ્ડ ઓર્ડર વ્યુ ફ્રોમ ઈન્ડિયા,”નવી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતનો દ્રષ્ટિકોણમાં તેમણે મુખ્ય સંબોધન કર્યું હતું. તેમણે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં લોકશાહી મૂલ્યો, આંતરરાષ્ટ્રીય સહકાર અને ગ્લોબલ સાઉથના દેશો વચ્ચેના સંવાદના મહત્વ પર ભાર મૂક્યો હતો.
ડૉ. શશી થરૂર કોંગ્રેસ નાં સાંસદ છે, એમણે કહ્યું કે વિદેશી પ્રતિનિધિઓના સ્વાગત સમારોહમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વિશ્વમાં વધી રહેલા વિભાજન અને અવિશ્વાસના યુગમાં પણ 70 થી વધુ દેશોના પ્રતિનિધિઓનું એકત્ર થવું એ સાબિત કરે છે કે વૈશ્વિક શાંતિ અને સંવાદની ઈચ્છા હજુ જીવંત છે.
પ્રિયંકા ગાંધી વાડ્રા (સાંસદ). તેઓ પણ “નવી વૈશ્વિક વ્યવસ્થા” વિષય પરના વિશેષ સત્રમાં વક્તા તરીકે સામેલ થયા હતા.
રેવંત રેડ્ડી કે તેલંગણાનાં મુખ્યમંત્રી એ સમિટના આયોજન પાછળનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે તેલંગાણા પર્યાવરણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને લોકશાહી માળખા પર વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બનવા માંગે છે. તેમણે રાજ્યમાં ગિગ વર્કર્સ એટલે કે જે હંગામી ધોરણે કોઈ કંપની કે પ્રોજેક્ટ સાથે જોડાયેલા હોય પણ કાયમી નથી હોતાં, તેમની માટેની ખાસ નીતિ રજૂ કરવાની પણ જાહેરાત કરી હતી.
આ સમિટમાં આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રીઓ અને અન્ય નિષ્ણાતો એ પણ ભાગ લીધો હતો, અને
થોમસ પિકેટી કે જે પ્રખ્યાત ફ્રેન્ચ અર્થશાસ્ત્રી છે, તે ઓનલાઇન માધ્યમથી સમિટમાં જોડાયાં હતાં, અને આર્થિક અસમાનતા, ક્લાઉડ કેપિટાલિઝમ એટલે જેમાં મોટી ટેકનોલોજી કંપનીઓ ડિજિટલ પ્લેટફોર્મ્સ, ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર પોતાનો એકાધિકાર જમાવીને સંપત્તિ અને બજાર પર નિયંત્રણ મેળવે છે, અને આપણી પરંપરાગત મૂડીવાદ ને એણે લગભગ ખતમ કર્યો છે, એટલે કે પહેલાં કારખાના કે કંપની સીધાં આર્થિક તંત્રનો ભાગ હતાં, પણ જ્યારે આજે આ પ્લેટફોર્મ અત્યંત પ્રભાવી બન્યું છે. તેમણે વૈશ્વિક આર્થિક ન્યાય પર પોતાનાં વિચારો રજૂ કર્યા હતાં.
બર્ટ કોએન્ડર્સ કે જે નેધરલેન્ડનાં પૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેમણે બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધો પર ચર્ચા કરી હતી.
ભારતીય નિષ્ણાતો અને મંત્રીઓ. અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, પ્રોફેસર સંતોષ મેહરોત્રા, સાંસદ ગૌરવ ગોગોઈ, દીપેન્દ્ર હુડ્ડા, રેણુકા ચૌધરી તેમજ તેલંગાણાના મંત્રીઓ ડી. શ્રીધર બાબુ અને મલ્લુ ભટ્ટી વિક્રમાર્ક એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઈમેટ ચેન્જ અને ‘તેલંગાણા રાઇઝિંગ’ વિષયો પર વિવિધ પેનલમાં સંબોધન કર્યું હતું.
વિશ્વ આખું કેટલાંય દેશ થી બને છે, દેશ રાજ્ય થી અને રાજ્ય શહેર અને જિલ્લાથી, જિલ્લા તાલુકા અને ગામથી, અને આમ શહેર તાલુકા અને ગામ એ પરિવારો થી બને છે. એટલે જેમ વૈશ્વિક અશાંતિની અસર આપણા સુધી પહોંચે, તો આપણા પરિવારોમાં સાગમટે જો શાંતિ આવે તો, એ અવશ્ય વૈશ્વિક સ્તરે અસર કરે જ! બીજી રીતે વિચારીએ તો એક પરિવારના ચાર કે પાંચ સદસ્યમાં શાંતિ રહે એ માટે પરિવારનાં મુખિયા અમુક નિતી નક્કી કરે અને એ મુજબ પરિવારના સૌ જીવે તો શાંતિ બની રહે! એટલે વિશ્વ આખું એક પરિવાર છે! અને એ જ ભારતીય મૂળ વસુધૈવ કુટુંબનો પાયાનો સંસ્કાર છે, જેમાં સૌને પોતાના ગણીને અપનાવાના છે, અને આત્મિયતાનો ભાવ કેળવવાનો છે! વૈશ્વિક શાંતિ માટે આ એક માત્ર વિકલ્પ આપણી પાસે છે, એનો અમલ બધાં દેશ જેટલો જલ્દી કરશે એટલી વૈશ્વિક શાંતિ વધુ ઝડપથી થશે! પણ એ રીતે જોઈએ તો અશાંતિનું કારણ પણ પરિવારની અશાંતિ જ છે! કારણ કે હવે લાગણી અને પ્રેમ કરતા ઈગો એટલે કે અહમ મહત્વનો થઈ ગયો! અને એને કારણે પરિવારની નિતી એકબીજા પર થોપવામાં આવી! જેમાં સ્વતંત્રતા હણાઈ ગયાનો અહેસાસ થતાં પરિવાર તૂટતાં ગયા! કોઈ પરિવારમાં જૂની પેઢી પરંપરાને નામે નવી પેઢીને અન્યાય કરે, તો ક્યાંક નવી પેઢી મૂળ સંસ્કાર ભૂલી, જૂની પેઢીને અન્યાય કરે અને આમ નાના નાના કારણોથી અશાંતિ થાય! બસ ત્યાં સુધારો થાય તો વૈશ્વિક શાંતિ હાથવેંતમાં જ છે. જય હિન્દ.
ભાવના ભાટી (અમદાવાદ)
