એનઆઈએના દરોડા બાદ પીએફઆઈ ઉગ્ર બન્યું, કેરલમાં તોડફોડ બાદ બંધનું એલાન, ભાજપની ઓફિસ તોડી નાખી

0
9
કેરલમાં સુરક્ષાનો પુખ્તો બંદોબસ્ત, ચાલતી રહેશે બસો
રોજ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયા દ્વારા દરોડા પાડ્યા બાદ આજે આ સંગઠને કેરલ બંધનું એલાન કર્યું છે, તથા અલગ અલગ જગ્યાએ તોડફોડની ઘટનાઓ પણ સામે આવી છે.

કેરલ: પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયા (PFI)એ NIAની આગેવાનીમાં ગુરુવારે કેટલીય એજન્સીઓ તરફથી તેમની ઓફિસો, નેતાઓના ઘરો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા, જેના વિરોધમાં 23 સપ્ટેમ્બરે હડતાળનું આહ્લાન કર્યું છે. પીએફઆઈએ શુક્રવારે કેરલ બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન કેરલના તિરુવનંતપુરમમાં એક કાર અને ઓટો રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી. તો વળી તમિલનાડૂના કોયંબટૂરમાં સભ્યોની ધરપકડ બાદ પીએફઆઈએ હિંસક પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન બીજેપીની ઓફિસ પર પણ હુમલો કર્યો હતો.બીજેપી કાર્યકર્તાઓનો આરોપ છે કે, તેમના કાર્યાલય પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા. આ સમગ્ર ઘટના બાદ ભાજપ ઓફિસ બહાર પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. એનઆઈએ અને ઈડી તરફથી કરવામાં આવેલા આ દરોડા પીએફઆઈ તરફથી દેશમાં આતંકી ગતિવિધિઓને કથિત રીતે સમર્થન કરવા મામલે પાડ્યા છે. એનઆઈએ તથા અન્ય એજન્સીઓએ ગુરુવારે 15 રાજ્યોમાં 93 જગ્યા પર એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પીએફઆઈના 106 નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. કેરલમાં પીએફઆઈના સૌથી વધારે 22 કાર્યકર્તાઓને દબોચી લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા લોકોમાં તેના અધ્યક્ષ ઓએમએ સલામ પણ સામેલ છે. તો વળી ભાજપ કેરલ કમિટિએ પીએફઆઈની કેરલમાં પ્રસ્તાવિત હડતાલને બિનજરુરી ગણાવી અને રાજ્ય સરકાર પાસેથી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.પીએફઆઈ તરફથી શુક્રવારે બોલાવામાં આવેલા બંધને જોતા કેરલ પોલીસે રાજ્યમાં સુરક્ષા કડક કરી દીધી છે. જિલ્લા પોલીસ પ્રમુખે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવાના નિર્દેશ જાહેર કર્યા છે. પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, કાયદો તોડનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારી બસ સેવા કેએસઆરટીસીએ કહ્યું કે, તે બસનું સંચાલન ચાલુ રાખશે. પરિવહન નિગમે કહ્યું કે, જરુર પડશે તો હોસ્પિટલ, એરપોર્ટ તથા રેલ્વે સ્ટેશનો સુધી પહોંચવા માટે વિશેષ સેવા સંચાલિત કરવામાં આવશે. પરિવહન નિગમે કહ્યું કે, જો જરુરી લાગશે તો, પોલીસ સુરક્ષાની માગ પણ કરી છે.પીએફઆઈએ અહીં એક નિવેદનમાં કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીના વિરોધમાં કેરલમાં શુક્રવારે સવારથી સાંજ સુધી અહીં હડતાલનું આહ્વાન કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવાયુ છે કે, તેમની રાજ્ય સમિતિએ અનુભવ્યું છે કે, સંગઠનના નેતાઓની ધરપકડથી પ્રાયોજીત આતંકવાદનો ભાગ હતો. પીએફઆઈના પ્રદેશ મહાસચિવ તથા અબ્દુલ સત્તારે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિયંત્રણવાળી ફાસીવાદ સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને અસહમતીનો અવાજ દબાવાનો પ્રયાસ વિરુદ્ધ રાજ્યમાં 23 સપ્ટેમ્બરે હડતાળ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ,સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી હડતાળ ચાલુ રહેશે.