ગ્રીષ્મા હત્યાનો કેસ હવે રોજ ચાલશે, ફેનિલને વીડિયો કોન્ફરન્સથી આજે કરાયો કોર્ટમાં રજૂ

0
10
ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં સરકારી વકીલ દ્વારા 28 દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરાયા. આવતીકાલે ફેનીલને ફિઝિકલી હાજર કરવામાં આવશે
ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં સરકારી વકીલ દ્વારા 28 દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરાયા. આવતીકાલે ફેનીલને ફિઝિકલી હાજર કરવામાં આવશે

શહેરના ચકચારી ગ્રિષ્મા વેકરિયા હત્યા કેસના આરોપી ફેનીલ ગોયાણીને આજે સુરત સેશન્સ કોર્ટમાં રજૂ થનાર હતો પણ ગ્રામ્ય કોર્ટથી કેસને સુરત કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હોવાથી આરોપી ફેનીલને વીડિયો કોંફરન્સથી કોર્ટમાં રજૂ કરાયો હતો.  જેમા આવતીકાલેની તારીખ પડતા ફેનીલ શુક્રવારે કોર્ટમાં રજૂ કરાશે. સુરતના પાસોદ્રામાં યુવતીની હત્યા કેસમાં આરોપી ફેનીલ સામે જલદી કાર્યવાહી થઈ રહી છે.હાલ આ કેસ સુરત ગ્રામ્ય કોર્ટમાંથી સુરત કોર્ટમાં રીફર કરી દેવાયો છે. ત્યારે  ગુરુવાર ફેનીલ વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર કર્યો હતો. ત્યારે આ કેસ ડે ટુ ડે ચાલે તેવો મૌખિક હુકમ જજ દ્વારા કરવામાં આવ્યો. સરકારી વકીલ દ્વારા 28 દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આવતીકાલે ફેનીલને ફિઝિકલી હાજર કરવામાં આવશે.જિલ્લાના પાસોદ્રામાં ગ્રિષ્મા વેક્રિયાની કરપીણ હત્યામાં આરોપી ફેનીલે યુવતીને ઘર સામે ચપ્પુનાં ધા ઝીકીને મોત ને ઘાટ ઉતારી દીધી હતી. બનાવના પડઘા રાજ્યમાં પડ્યા હતા ત્યારે આવા આરોપી સામે કડકમાં કડક એટલે ફાંસી સુધીની સજા થાય તેવી લોક માંગણી ઊઠી હતી.ત્યારે આ કેસમાં એસઆઈટીની રચના બાદ માત્ર 4 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હોવાનો દેશમાં પ્રથમ કિસ્સો સાબિત થયો હતો. હાલ તો આ મામલે કોર્ટમાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગણતરીના દિવસોમાં આરોપી ફેનીલને કડકમાં કડક સજા થાય તેવા હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે.