Monday, September 14, 2026
HomeGujaratAhmedabadGTUએ 7 લાખથી વધુ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ ડિજિલોકર પર અપલોડ કર્યા

GTUએ 7 લાખથી વધુ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ ડિજિલોકર પર અપલોડ કર્યા

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ડિગ્રી સર્ટીફિકેટ ડિજિલોકર પર અપલોડ કરનાર જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી

દેશની તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ મેળવેલ ડિગ્રીનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તથા વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાએ પોતાના ડિગ્રી સર્ટીફિકેટ્સનો જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાંન્ટ કમિશનના (યુજીસી) સંલગ્ન પ્રયાસથી તાજેતરમાં ડિજિલોકરમાં ડિગ્રી સર્ટી અપલોડ કરવા માટે દરેક શૈક્ષણિક સંસ્થાઓને જણાવ્યું હતું. જેના ઉપલક્ષે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) શૈક્ષણિક વર્ષ 2011થી 2020 સુધીના જુદા-જુદા 40 કોર્સના ડિપ્લોમાથી લઈને પી.એચડી સુધીના કુલ 707041 વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ ડિજિલોકર પર અપલોડ કરનાર જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છેઆ ઉપરાંત બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને દેશની ટોપ-10 યુનિવર્સિટીમાં પણ જીટીયુએ અગ્રગણ્ય હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીના વેરિફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહે, તે હેતુસર જીટીયુ હંમેશા કાર્યરત રહે છે. જીટીયુના આઈટી વિભાગની આ ઉમદા કામગીરી બદલ જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન.ખેરે આઈટી હેડ કેયુર શાહ અને પ્રોગ્રામર રૂપેન્દ્ર ચૌરસીયા તેમજ સમગ્ર આઈટી ટીમને અભિનંદન પાઠવ્યા હતાં જીટીયુ દ્વારા એન્જીનિયરીંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, આર્કિટેક્ચર, કૉમ્પ્યુટર એપ્લિકેશન અને આઈપીઆર જેવી વિવિધ વિદ્યાશાખાના ડિપ્લોમાથી લઈને પી.એચડી સુધીના અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જેમાં જુદા-જુદા 40 કોર્સના 7,07,041 વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટી જીટીયુ દ્વારા ડિજિલોકર પર અપલોડ કરવામાં આવ્યાં છે. જેમાંથી ડિપ્લોમાના 2,53,184, બેચલર ડિગ્રીના 3,36,876, માસ્ટર ડિગ્રીના 90,114, હોટલ મેનેજમેન્ટના 200, આર્કિટેક્ચરના 1049 અને પી.એચડીના 269 વિદ્યાર્થીઓ સહિત અન્ય કોર્સના 25,369 ડિગ્રી સર્ટીફિકેટ્સનો સમાવેશ થાય છે.જીટીયુના આ સરાહનીય કાર્યથી વિદ્યાર્થીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તેમણે મેળવેલ ડિગ્રી સર્ટીફિકેટને પોતાની અનુકૂળતાએ ડાઉનલોડ કરી શકશે. નોકરીના સ્થળે ડૉક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ સરળતા રહેશે. ડિજિલોકર આઈટી એક્ટ-2000 અંતર્ગત વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હોવાના કારણોસર તેની ખરાઈ સંદર્ભે કોઈ પ્રશ્ન ઉદ્દભવશે નહી. આ ઉપરાંત ડિજિલોકરમાં ખોટી ડિગ્રીધારકના સર્ટીફિકેટ્સ અપલોડ નહીં થઈ શકે. જ્યારે અપલોડ કરેલા તમામ પ્રકારના સર્ટીફિકેટ્સનો યોગ્ય સંગ્રહ કરી શકાશે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here