Monday, October 5, 2026
HomeGujaratMonsoon Update: છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લામાં વરસાદ નોંધાયો; સૌથી વધારે ડેડિયાપાડામાં...

Monsoon Update: છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લામાં વરસાદ નોંધાયો; સૌથી વધારે ડેડિયાપાડામાં પોણા નવ ઈંચ વરસાદ…

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Gujarat : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશાલીનો માહોલ છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 28 જિલ્લામાં વરસાદ પડયો છે. જેમાં 163 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ નર્મદાના ડેડિયાપાડામાં પોણા નવ ઈંચ પડયો છે. સાગબારામાં પોણા છ ઈંચ, પલસાણામાં પાંચ ઈંચ, સુરત શહેરમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્ચો છે. ઉમરપાડામાં સવા ચાર ઈંચ, નવસારીમાં ચાર, નેત્રંગમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે ચિખલી, વાપી, જલાલપોરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ, કામરેજ, ગણદેવી, ઉમરગામમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. વઘઈ, બારડોલી, ભાવનગર, ચોર્યાસીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકયો છે.ભાવનગર જિલ્લાની વાત કરીએ તો વલ્લભીપુરમાં બે કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે શિહોર અને ઉમરાળામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ધારીમાં પોણા બે ઈંચ, પાલિતાણામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.ભાવનગરના પાલીતાણાના મોટી રાજસ્થળી રોડ પર એક દુર્ઘટના સર્જાઇ છે. એક્ટિવા લઇને શાળાએ બાળકોને મુકવા જતી માતા બે બાળકો સાથે પાણીમાં તણાઇ છે. જેમાં મહિલાનો બચાવ, પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થયા છે. હાલ ફાયર ટીમ દ્વારા બંને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.બોટાદમાં વહેલી સવારથી વરસાદ આગમન થયું છે. બોટાદ, ગઢડામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે.અમરેલીના બાબરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં લાઠી, દામનગર, લીલાયામાં વરસાદ ખાબકયો છે. તો ધારી, બાબરામાં પણ વરસાદથી રાહત અનુભવાઇ છે.ગીરસોમનાથ તેમજ આસપાસના પંથકમાં વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે.રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઇ છે.ભરૂચમાં લાંબા સમય બાદ મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદ નોંધાયો છે. વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છે.નોંધનીય છેકે 8 સપ્ટેમ્બર અને 9 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગે રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેમાં કેટલીક ઠેકાણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here