National Science Day 2023: શા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની કરવામાં આવે છે ઉજવણી, આ વૈજ્ઞાનિકની શોધથી સર્જાયેલો ઈતિહાસ

0
4

National Science Day 2023: 28 ફેબ્રુઆરીને દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) તરીકે ઉજવવામાં આવે છે. ભારતના મહાન વૈજ્ઞાનિર ચંદ્રશેખર વેંકટ રમણ (Chandrashekhar Venkata Raman)ના સન્માન તથા સ્મૃતિમાં પ્રત્યેક વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભૌતિક વૈજ્ઞાનિક સીવી રમણ દ્વારા કરવામાં આવેલી ‘રમણ ઈફેક્ટ (Raman Effect)’ની શોધની પુષ્ટિ 28 ફેબ્રુઆરી, 1928ના રોજ કરવામાં આવી હતી.

ત્યારબાદ વર્ષ 1930માં વૈજ્ઞાનિક સીવી રમનને તેમની આ શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન (NCSTC) દ્વારા ભારત સરકારને 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) તરીકે ઉજવણી કરવા સલાહ આપવામાં આવી હતી. ભારત સરકારે 28 ફેબ્રુઆરી, 1987થી પ્રત્યેક વર્ષ રાષ્ટીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસે ભારતના મહાન વૈજ્ઞાનિક ભૌતિક શાસ્ત્રી સર સીવી રમણની શોધ ‘રમણ ઈફેક્ટ’ને હંમેશા યાદ કરવામાં આવે છે. વિશ્વસ્તર પર વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતનું નામ રોશન કરનાર વૈજ્ઞાનિક સીવી રમણને સન્માન આપવા અને તેમને યાદ કરવા દેશભરની શાળા તથા અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં તેમની સ્મૃતિમાં ઉજવણી કરવામાં આવે છે.

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો ઉદ્દેશ
પ્રત્યેક વર્ષ લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધારવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય વિજ્ઞાન તથા ટેકનોલોજી પરિષદ અને વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય આ દિવસે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે.

પ્રો. સીવી રમનનું યોગદાન

  • પ્રો.સીવી રમને તબલા અને મૃદંગ જેવા ભારતીય ડ્રમોની ધ્વનિના સ્વરની પ્રકૃતિને તપાસી હતી અને આમ કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા.
  • વર્ષ 1930માં પ્રથમ વખત કોઈ ભારતીયને વિજ્ઞાનના ક્ષેત્રમાં સર્વોચ્ચ સન્માન, ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર મળ્યો
  • વર્ષ 1943માં તેમણે બેંગ્લુરુ નજીક રમણ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના કરી.
  • ભૌતિકીને રમણ ઈફેક્ટ આપી, તેનું ભૌતિક ક્ષેત્રમાં ઘણુ મોટું યોગદાન છે.
  • વર્ષ 1954માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા
  • વર્ષ 1957માં રમનને લેનિન શાંતિ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા
  • સીવી રમણી શોધની યાદમાં ભારત પ્રત્યેક વર્ષ 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવે છે.