Gujarat Winter: ધીરે ધીરે તાપમાનમાં થશે ઘટાડો, આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે

0
49
અમદાવાદમાં ઠંડીની વાત કરીએ તો, આગામી 3 દિવસ લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેશે.
અમદાવાદમાં ઠંડીની વાત કરીએ તો, આગામી 3 દિવસ લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેશે.

ગાંધીનગર: રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડી જામી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી 3 દિવસમાં ઠંડીના જોરમાં વધારો થઇ શકે છે. આ સાથે નલિયામાં 10.6 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સોમવારે અમદાવાદમાં17.9, રાજકોટમાં 15.8 અને વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.ગત રાત્રિએ નલિયામાં 10.6 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં ડિસેમ્બર દરમિયાન તાપમાન પાંચ ડિગ્રીથી નીચે જતું હોય છે. ગયા વર્ષે 18 ડિસેમ્બરે 2.5 ડિગ્રી સાથે છેલ્લા 10 વર્ષમાં ડિસેમ્બરનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન 17.9 નોંધાયુ હતુ.ઠંડીના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં આગામી 3 દિવસમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે. રાજ્યમાંથી અન્ય જગ્યાએ તાપમાનની વાત કરીએ તો, ભૂજમાં 15.5, રાજકોટમાં 15.8, અમરેલીમાં 16.6, ડીસામાં 17, પોરબંદરમાં 17.4, વડોદરામાં 18, ભાવનગરમાં 18.5, સુરતમાં 20 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.કમોસમી વરસાદથી રાજ્યમાં બાગાયતી પાકમાં ભારે નુકસાન થયું છે. બાગાયતી પાકમાં જેમકે શેરડી, કેળના પાકને પવન અને વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગત સપ્તાહે બુધવાર,ગુરૂવારના ભારે પવન અને વરસાદના કારણે શેરડી અને કેળનો ઉભો પાક ઢળી પડયો છે આથી ખેડૂત મોટા પાયે નુકસાન થાય તેમ છે. આ સમયે આ પાકો તૈયાર થતા હોય છે. પરંતુ માવઠા અને પવનના કારણે ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ ગયો છે આથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.