ટ્રકની પાછળ શા માટે લખ્યું હોય છે Horn OK Please? બહુ મજેદાર છે તેની પાછળનું કારણ

0
24
Horn OK Please meaning: અંગ્રેજીના હિસાબે 'હોર્ન પ્લીઝ' એ પોતે જ એક પર્યાપ્ત લાઇન છે જેથી ટ્રકની પાછળના વાહનનો ડ્રાઇવર સમજી જાય કે ઓવરટેક કરવા માટે હોર્ન આપવાનું છે પણ વચ્ચે ઓકે ઉમેરવાની શું જરૂર છે.
Horn OK Please meaning: અંગ્રેજીના હિસાબે 'હોર્ન પ્લીઝ' એ પોતે જ એક પર્યાપ્ત લાઇન છે જેથી ટ્રકની પાછળના વાહનનો ડ્રાઇવર સમજી જાય કે ઓવરટેક કરવા માટે હોર્ન આપવાનું છે પણ વચ્ચે ઓકે ઉમેરવાની શું જરૂર છે.

જો તમે ટ્રકોથી ભરેલા હાઈવે પર સફર કરી હશે તો ટ્રકો પાછળ બનેલી મજેદાર પેઈન્ટીંગ, જુદા-જુદા પ્રકારની લાઇન જોઈને જરૂર ઈમ્પ્રેસ થયા હશો. ટ્રક ચાલકો પોતાના ટ્રકને સુંદર બનાવવા માટે તેના પર અજીબોગરીબ પેઈન્ટીંગ કરે છે અને મજેદાર વન લાઈનર લખી નાખે છે. આમાંથી સૌથી ફેમસ વન લાઇનર છે ‘હોર્ન ઓકે પ્લીઝ’ . તમે ઘણી ટ્રકો પાછળ આવું લખેલું જોયું હશે અને સવાલ થયો હશે કે શા માટે આ જ વાક્ય બધા ટ્રક ચાલકો લખે છે. આવો તમને જણાવીએ કે હોર્ન ઓકે પ્લીઝ (Why is Horn Ok Please Painted on Trucks)નો અર્થ શું થાય છે.

અંગ્રેજીના હિસાબે ‘હોર્ન પ્લીઝ’ (Horn Please)એ પોતે જ એક પર્યાપ્ત લાઇન છે જેથી ટ્રકની પાછળના વાહનનો ડ્રાઇવર સમજી જાય કે ઓવરટેક કરવા માટે હોર્ન આપવાનું છે પણ વચ્ચે ઓકે ઉમેરવાની શું જરૂર છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ. ‘ઓકે’ શબ્દ ઉમેરવા પાછળ કોઈ નક્કર કારણ નથી, પરંતુ ઈન્ટરનેટ પર અનેક પ્રકારની થિયરીઓ (Horn OK Please Theories) ચર્ચામાં રહે છે.તેમાંથી એક થિયરી છે કે જૂના જમાનામાં જ્યારે સિંગલ લેન રસ્તાઓ વધુ હતા ત્યારે ટ્રકની પાછળ આવતા નાના વાહનોને ઓવરટેક કરતી વખતે બીજી લેનમાંથી આવતા વાહનોથી બચવું પડતું હતું. પરંતુ ટ્રકની સાઈઝ મોટી હોવાને કારણે વાહનો આવતાં દેખાતા ન હતા. એવામાં ‘ઓકે’ના ‘ઓ’માં સફેદ બલ્બ હતો. જ્યારે પાછળની વ્યક્તિ હોર્ન વગાડતી હતી અને સામેથી કોઈ વાહન આવતું ન હતું, ત્યારે ટ્રક ચાલક ઓકેનો બલ્બ ચાલુ કરતો હતો, જેથી નાની ગાડીના ચાલકને સમજાય કે ઓવરટેક કરવું સારું રહેશે.જે સૌથી ચર્ચિત થિયરી છે, એ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ટ્રક ડીઝલ સાથે કેરોસીન ભેળવીને ચલાવવામાં આવતી હતી. આનાથી ઇંધણની કિંમતમાં ઘટાડો થતો હતો. પરંતુ કેરોસીન ડીઝલ કરતાં વધુ જ્વલનશીલ હતું, તેથી હોર્ન પર ઓકે પ્લીઝ લખવામાં આવ્યું હતું, જેમાં ઓકે એટલે કે ઓન કેરોસીન. એટલે કે કેરોસીનથી ચાલતી ટ્રક. જેના કારણે અન્ય વાહનોના ચાલકો સતર્ક થઈ જતાં કે આ ટ્રકની બહુ નજીકથી નથી નીકળવાનું.