વર્ષ 2003થી યોજાનાર વાઇબ્રન્ટ સમીટ 19 વર્ષ બાદ કોરોનાને કારણે મોકૂફ

0
15
નરેન્દ્ર મોદી,આનંદી બેન પટેલ,વિજય રૂપાણીનાં મુખ્ય મંત્રી કાર્યકાળમાં યોજાઈ વાઇબ્રન્ટ સમીટ.
નરેન્દ્ર મોદી,આનંદી બેન પટેલ,વિજય રૂપાણીનાં મુખ્ય મંત્રી કાર્યકાળમાં યોજાઈ વાઇબ્રન્ટ સમીટ.

ગતિશીલ ગુજરાતનાં પાયા સમાન વાઇબ્રન્ટ સમીટ 2022ને કોરોના મહામારીનાં વધતા સંક્રમણનાં પરિણામે મોકૂફ કરી દેવામાં આવી છે.10, 11 અને 12 જાન્યુઆરીનાં રોજ 10મી વાઇબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન દેશનાં પ્રધામંત્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે થવાનું હતું. પરંતુ કોરના મહામારીનાં વધતા કેસનાં પરિણામે રાજ્ય સરકારે આગમ ચેતીનાં પગલાં લેતા આ 10માં વાઇબ્રન્ટ સમીટને મોકૂફ રાખવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાતનો પ્રારંભએ દેશના વર્તમાન વડાપ્રધાન અને વર્ષે 2003 તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ તબક્કા વાર દર બે વર્ષે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવતું હતું. વર્ષે 2003ની 28 સ્પ્ટેમ્બરનાં દેશનાં તે સમયના ડેપ્યુટી પ્રાઇમમિનિસ્ટર લાલ કૃષ્ણ અડવાણીનાં હસ્તે વાઇબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્ષ 2005 વાઇબ્રન્ટ સમીટનું ઉદ્ઘાટન દેશના ઉપરાષ્ટ્રપતિ ભેરવસિંગ શેખવત દ્વારા કરવામાં આવ્યું હતું.આ સમિટમાં દેશના અગ્રણી ઉદ્યોગકાર મુકેશ અંબાણી,ગૌતમ અદાણી અને શશીરુયા એ હાજરી આપી હતી. જે બાદ વર્ષ 2007 માં ખૂબ મોટા પાયે વાઇબ્રન્ટ સમીટનું આયોજન કરવામાં આવ્યું. ત્યાર બાદ વર્ષ 2009 વાઇબ્રન્ટ સમીટમાં દેશના અગ્રણી ઉધોગપતિ રતન ટાટા, મુકેશ અંબાણી, કુમાર મંગલ બિરલા, અનિલ અંબાણી, શશીરુયા, સુનિલ મિતલ અને વિશ્વનાં 18 દેશોના પ્રતિનિધિઓ સામીલ થયા હતા.જે બાદ વર્ષ 2011 અને 2013 માં વાઇબ્રન્ટ સમિટનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષે 2003 થી વર્ષે 2013 સુધીનાં 6 વાઇબ્રન્ટ સમિટમાં નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્ય પ્રધાન તરીકે હાજરી આપી હતી. જ્યારે સાત વાઇબ્રન્ટ સમીટ વર્ષ 2015 માં નરેન્દ્ર મોદી દેશનાં પ્રધામંત્રી તરીકે હાજર રહ્યા ત્યારે મુખ્ય મંત્રી તરીકે આનંદી બેન પટેલ રહ્યા હતા. આ સમયે જુદા જુદા દેશોનાં રાજનેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો વર્ષે 2017 અને વર્ષ 2019 માં  રાજ્યના મુખ્ય મંત્રી તરીકે વિજય રૂપાણી એ વાઇબ્રન્ટ સમીટનુ આયોજન કર્યું હતું.