Saturday, October 17, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં હિટ એન્ડ રન: બેફામ કાર રસ્તા પર સૂતા શ્રમજીવીઓ પર ફરી...

અમદાવાદમાં હિટ એન્ડ રન: બેફામ કાર રસ્તા પર સૂતા શ્રમજીવીઓ પર ફરી વળી, મહિલાનું મોત

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

અમદાવાદ: શહેરમાં શિવરંજની પાસે વીમા નગર નજીક સોમવારે મોડી રાતે 12.46 કલાકે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં કારે ઝૂંપડાની બહાર રસ્તા પર નિંદ્રાધીન શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો. આ દૂર્ઘટનામાં પરિવારની એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં છે. ઇજાગ્રસ્તોમાંથી બે બાળકોને સારવાર માટે શેલ્ટર હોમ મોકલી દેવામાં આવ્યાં છે. જ્યારે અન્ય એક વ્યક્તિને સોલા સિવિલ હૉસ્પિટલમાં સરાવાર માટે લઇ જવામાં આવ્યાં છે. કાર ચાલક અને તેમાં સવાર અન્ય લોકો કાર ઘટના સ્થળે મૂકીને જ ફરાર થયા હતા.  એન ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધીને આ ફરાર લોકોની તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.જે હિટ એન્ડ રન કરનારી કારનો નંબર GJ01RU8964 છે અને તેનો રંગ સફેદ છે. પોલીસ આ નંબર પ્લેટ પરથી વધુ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કારનાં માલિકનું નામ શૈલેષ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોનાં આક્ષેપ પ્રમાણે, કારમાં સવાર ચાર લોકો દારૂ પીધેલી હાલતમાં હોય તેમ જણાઇ આવતું હતું.આ અકસ્માતનાં પ્રત્યક્ષદર્શીનાં જણાવ્યાં પ્રમાણે, હું રાતે ઇસ્કોનથી આ તરફ આવી રહ્યો હતો. ત્યારે બે કાર જાણે હરીફાઇ કરતા હોય તેમ એકદમ પૂરપાટે ચલાવી રહ્યાં હતા. આ કાર મારી બાજુમાંથી ગઇ ત્યારે મને ગભરામણ થઇ ગઇ હતી કે, આ લોકો અકસ્માત ન સર્જે તો સારું અને થોડી દૂર આવીને જોયું તો આ અકસ્માત સર્જાયો હતો.તેમણે વધુમાં જણાવ્યું કે, આ જોઇને મે મારી કાર બાજુમાં મૂકીને પહેલા તો ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા અને પછી 108ને ફોન કર્યો. મેં જોયું ત્યારે એક ભાઇ આગળનાં વ્હીલમાં ગાડી નીચે હતા અને બે બાળકો પાછળનાં વ્હીલમાં હતા. જ્યારે મહિલાને જોઇ ત્યારે લાગ્યું કે તેમનું ત્યાં જ મોત થયું છે. આ કારમાં ચાર લોકો સવાર હતા. આ અક્સમાત બાદ લોકો તેમની પાછળ પડ્યા હતા ત્યારે બે લોકો સીધા ભાગ્યા અને બીજા બે લોકો વિરુદ્ધ દિશામાં ભાગ્યા હતા.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here