સમભાવ ગ્રુપ સહિત રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી 6 કંપની પર I-Tનું સર્ચ-ઓપરેશન, 25 જેટલાં સ્થળ પર તપાસ

0
24
ગુજરાતનાં અગ્રણી મોબાઈલ ડીલર યોગેશ પૂજારા, કે. મહેતા ગ્રુપ અને દીપક ઠક્કરને ત્યાં પણ સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે

અમદાવાદ: આવકવેરા વિભાગ (I-T) દ્વારા આજે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા 6 ડીલર્સની ઓફિસો પર સર્ચ- ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આમાં રિયલ એસ્ટેટ અને મીડિયા બિઝનેસ સાથે જોડાયેલા સમભાવ ગ્રુપ મુખ્ય છે. આ સિવાય ગુજરાતના અગ્રણી મોબાઈલ ડીલર યોગેશ પૂજારા, કે. મહેતા ગ્રુપ અને દીપક ઠક્કરને ત્યાં પણ સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે.મળતી વિગતો પ્રમાણે, અમદાવાદ, વડોદરા અને સુરતના ઇન્કમટેક્સ અધિકારીઓ આ સર્ચ કરી રહ્યા છે. આ સમગ્ર કામગીરીમાં અંદાજે 90થી વધુ અધિકારીઓ સામેલ છે. વહેલી સવારે 4-5 વાગ્યાની આસપાસ આવકવેરા અધિકારીઓની ટીમે સર્ચ-ઓપરેશન શરૂ કર્યું છે, જે હજુ પણ ચાલી રહ્યું છે. બેનામી વ્યવહારો અને ટેક્સચોરી થઈ હોવાની આશંકાના આધારે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે, અમદાવાદ શહેરમાં કેટલાક બિલ્ડરોનાં ઘર, ઓફિસ અને અન્ય સ્થળો પર I-T વિભાગનું સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. મોટે પાયે આર્થિક વ્યવહારો હોવાની આશંકાને લઈને વહેલી પરોઢે દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આવકવેરા વિભાગનું યોગેશ પૂજારાને ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. યોગેશ પૂજારા વિશે મળતી માહિતી પ્રમાણે તેઓ નામાંકિત ઉદ્યોગપતિનો ભાણેજ છે.