Sunday, October 25, 2026
HomeGujaratમારી મમ્મી 3 પુરુષો સાથે લિવ ઈનમાં છે, તેમાંથી એકને હું બાળપણમાં...

મારી મમ્મી 3 પુરુષો સાથે લિવ ઈનમાં છે, તેમાંથી એકને હું બાળપણમાં મામા કહેતો; દીકરાની હાઈકોર્ટમાં રજૂઆત…

Date:

Related stories

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ગુજરાત હાઈકોર્ટ માં એક દીકરાએ કરેલી અરજી ભારે ચર્ચા જગાવનારી છે. 18 વર્ષીય દીકરાએ હાઈકોર્ટમાં કહ્યું કે, તેની માતા 3 અલગ અલગ પુરુષો સાથે લીવ ઈન માં રહે છે. તેમ છતા તેના પિતા પાસેથી 18 વર્ષથી ભરણપોષણ મેળવે છે. ત્યારે દીકરાએ આ ભરણપોષણ બંધ કરાવવા અરજી કરી છે.18 વર્ષીય દીકરો હાલ કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. દીકરો પુખ્ત વયનો હોવાથી તેને ભણાવવાનો ખર્ચ વધુ આવે છે, તેમ કહીને માતાએ ભરણપોષણની રકમ વધારવા અરજી કરી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં માતાની ભરણપોષણની અરજી પર સુનવણી થઈ હતી. તેથી આ સુનાવણીમાં 18 વર્ષીય દીકરો પણ સામેલ રહ્યો હતો. ત્યારે કોર્ટમાં પૂછવામાં આવતા પુત્રએ જવાબ આપ્યો કે, મારી માતા 3 અલગ પુરુષ સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહે છે. પિતા પાસેથી 18 વર્ષથી ભરણપોષણ મેળવે છે. એ ભરણપોષણ બંધ કરવા અરજી કરાઈ છે. કોઈપણ ભોગે પતિને છૂટાછેડા નહીં આપવા માટે તેણે કરેલા તમામ કાનૂની દાવપેચ વિશે પણ તેને જાણ છે.આ સુનાવણીમાં હાઈકોર્ટે દીકરાને એમ પણ પૂછ્યુ હતું કે, તે કોની સાથે રહે છે? ત્યારે જવાબમા દીકરાએ કહ્યુ હતું કે, તે એક વર્ષનો હતો ત્યારથી માતા સાથે રહે છે. પરંતુ મને મારા પિતા સાથે રહેવુ છે. મારી મમ્મી મને તેમની પાસે જવા દેતી નથી. મારા પિતા સરકારી નોકરી કરે છે. તેમણે મને મળવાના અધિકાર જતા નહિ કરવા માટે પ્રમોશન લીધા નહોતા. હવે મારા મારા પિતા પાસે જવુ છે. આ સાથે જ દીકરાએ કોર્ટમાં માતાના આડાસંબંધો વિશે જે કહ્યુ તે ભારે આઘાતજનક હતું. દીકરાએ કોર્ટને કહ્યું કે, મારી મમ્મી છૂટાછેડા ન લઈને ભરણપોષણ મેળવવાના પ્રયત્નો કરે છે. મારી મમ્મી ત્રણ અલગ અલગ પુરુષો સાથે લિવ ઈન રિલેશનમાં છે. હું નાનો હતો ત્યારે આ ત્રણ પુરુષો પૈકી એક પુરુષ મારા ઘરે આવતો હતો. ત્યારે મમ્મી મને કહેતી કે, તે તારા મામા છે. પરંતુ જ્યારે મારી સમજણ કેળવાઈ ત્યારે ઘરમાં કંઈક રંધાતુ હોવાનો મને અનુભવ થયો. 

સિંગાપોરમાં ITB એશિયા 2026માં મધ્યપ્રદેશ પેવેલિયને વિશ્વનું ધ્યાન ખેંચ્યું

ભારતીય હાઈ કમિશનર ડૉ. શિલ્પક અમ્બુલે પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું...

‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here