Wednesday, September 30, 2026
HomeAhmedabadICAI અમદાવાદ દ્વારા 'સીએ ડે' (CA Day) ની ભવ્ય ઉજવણી: સાબરમતી રિવરફ્રન્ટ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય ઉજવણી: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વૉકાથોન યોજાઈ

Date:

Related stories

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ના ગૌરવસભર પ્રવાસને આપણે ઉજવીએ છીએ. ૧ જુલાઈ, ૧૯૪૯ના રોજ સંસદીય અધિનિયમ દ્વારા સ્થાપિત ICAI આજે વિશ્વની અગ્રણી વ્યાવસાયિક સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે, જેને અનુલક્ષીને ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા આજે ‘સીએ ડે’ (CA Day) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે પ્રોફેશનલ્સમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રભાવનાને સુદ્રઢ કરવાના ઉદ્દેશ્ય સાથે વહેલી સવારે ‘વૉકાથોન’ અને ત્યારબાદ ભવ્ય CA ફ્લેગ હોસ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

વહેલી સવારે ૬:૦૦ વાગ્યે અમદાવાદના આકર્ષણ સમાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ભવ્ય ‘વૉકાથોન’ (Walkathon) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વિદ્યાર્થીઓ અને અગ્રણી નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ફિટનેસ અને તંદુરસ્ત જીવનશૈલીના સંદેશ સાથે યોજાયેલી આ વૉકાથોન આકર્ષણનું કેન્દ્ર બની હતી.

વૉકાથોન બાદ સવારે ૯:૦૦ વાગ્યે સંસ્થાના પરિસરમાં ગૌરવભેર ‘સીએ ધ્વજવંદન’ (CA Flag Hoisting) નો કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત તમામ સભ્યોએ રાષ્ટ્ર અને અર્થતંત્રના વિકાસમાં સીએ પ્રોફેશનની ભૂમિકાને બિરદાવી સીએ ધ્વજને સલામી આપી હતી.

ICAI અમદાવાદના ચેરમેન સીએ રિંકેશ શાહે (CA Rinkesh Shah) આ પ્રસંગે તમામ સભ્યોને સીએ દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, “દેશના આર્થિક વિકાસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હંમેશા ‘બેકબોન’ સમાન રહ્યા છે. આજના આ વિશેષ દિવસે વૉકાથોન દ્વારા અમે હેલ્થ એન્ડ વેલનેસનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે અને ધ્વજવંદન દ્વારા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃ દોહરાવી છે.”

આ સમગ્ર કાર્યક્રમમાં ICAI અમદાવાદ મેનેજિંગ કમિટીના સભ્યો, વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રેનો ઇન્ડિયાએ Triber 100PS સાથે Triber ફેમિલીનું વિસ્તરણ કર્યું;ભારતની...

• આ કારને નવી રેનો એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્મલ...

શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો હૈદરાબાદ, સુરત અને પૂણેમાં તેની...

પૂણે/સુરત, સપ્ટેમ્બર 2026: શ્રીલંકા ટૂરિઝમ પ્રમોશન બ્યુરો (એસએલટીપીબી) એ...

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here