તાઇવાનનો વિવાદ વધુ વકરશે તો ચીપની સમસ્યા અત્યંત ગંભીર બનશે

0
7
વૈશ્વિક સપ્લાયમા નવ ટકા હિસ્સા સાથે તાઇવાન સૌથી મોટો સપ્લાયર
ચીન વચ્ચે વિવાદ વકરશે તો સેમીકન્ડક્ટરની અછતની સમસ્યા ફરી એક વાર ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને તેની સીધી અસર મોબાઇલ, ટીવી, કોમ્પ્યુટર - લેપટોપ, કાર સહિતની ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સના ઉત્પાદન પર થશે.

મુંબઈ : તાઇવાન મામલે અમેરિકા અને ચીન વચ્ચે વિવાદ વકરશે તો સેમીકન્ડક્ટરની અછતની સમસ્યા ફરી એક વાર ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે અને તેની સીધી અસર મોબાઇલ, ટીવી, કોમ્પ્યુટર – લેપટોપ, કાર સહિતની ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સના ઉત્પાદન પર થશે. કોરોના મહામારી બાદ રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે દુનિયાભરમાં છેલ્લા બે વર્ષથી સેમીકન્ડક્ટરની ભારે અછત છે. હવે અમેરિકા અને ચીન જે રીતે તાઇવાન મામલે સામ-સામે તલવાર ખેંચી રહ્યા છે તેનાથી ચિંતા વધી રહી છે. કારણ કે તાઇવાન દુનિયાભરમાં સેમીકન્ડક્ટરનો અગ્રણી ઉત્પાદક દેશ છે.  સેમીકન્ડક્ટરની કુલ વૈશ્વિક સપ્લાયમા નવ ટકા યોગદાન આપનાર તાઇવાન સૌથી અત્યાધુનિક ચીપની સપ્લાય કરે છે. જો ચીન- અમેરિકા વચ્ચેના તણાવના લીધે તાઇવાનમાંથી સેમીકન્ડક્ટરની સપ્લાય અવરોધાઇ તો ભારતને પણ મુશ્કેલી પડશે. દુનિયામાં સેમીકન્ડક્ટર બનાવનાર જેટલી કંપનીઓ છે તેમાંથી ૯ ટકાના હેડક્વાર્ટર તાઇવાનમાં આવેલા છે. સેમીકન્ડક્ટરની વપરાશની દ્રષ્ટિએ જોઇએ તો અમેરિકા ૨૫ ટકા હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ ૨૪ ટકા હિસ્સા સાથે ચીન બીજા ક્રમે અને ૨૦ ટકા હિસ્સા સાથે યુરોપ ત્રીજા ક્રમે છે. દક્ષિણ કોરિયા અને જાપાનનો વપરાશમાં ૬-૬ ટકા હિસ્સો છે.