Friday, October 16, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં આગામી ચાર દિવમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી શકે છે

અમદાવાદમાં આગામી ચાર દિવમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચી શકે છે

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

અમદાવાદ : માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો રાજ્યમાં ધીમે ધીમે રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુઉચકાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા
જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.ગાંધીનગરમાં ગરમીનો પારો 36.8 ડિગ્રી સુધી પહોંચ્યોરાજ્યના શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો 37. 5 ડિગ્રીએ પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો 36.8 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.ડિસામાં 36.4 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 36.7 ડિગ્રી, વડોદરામાં 36.6 ડિગ્રી, સુરતમાં 35.5 ડિગ્રી, અમરેલીમાં 37.8 ડિગ્રી, ભાવનગરમાં 35.2 ડિગ્રી, રાજકોટમાં 37.6 ડિગ્રી
સુરેંદ્રનગરમાં 37.8 ડિગ્રી, મહુવામાં 35.6 ડિગ્રી, કેશોદમાં 35.2 ડિગ્રી, ભૂજમાં 35 ડિગ્રી નોંધાયું હતું. લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશેમાર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમીએમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.અમદાવાદમાં પાંચ દિવસ બાદ ગરમી વધશેઅમદાવાદમાં આગામી પાંચ દિવસ બાદ ઉનાળો દઝાડવાનું શરુ કરશે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 13 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની પૂરી સંભાવનાછે. શહેરમાં દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.5 અને જ્યારે ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન 19.7 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં આગામી ચાર દિવસ 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. પરંતુ 13 માર્ચથી ગરમીનું જોર વધશે અને તાપમાન 40 ડિગ્રીએ પણ પહોંચી શકે છે. ગત રાત્રિએ 13.5 ડિગ્રી સાથે વલસાડમાં સૌથી
નીચું તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here