Friday, September 25, 2026
HomeIndiaકન્ઝ્યુમર ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટરમાં વધારો ક્રેડિટ માર્કેટ ઇકોસિસ્ટમમાં સુધારાના સંકેત દર્શાવે છે

કન્ઝ્યુમર ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટરમાં વધારો ક્રેડિટ માર્કેટ ઇકોસિસ્ટમમાં સુધારાના સંકેત દર્શાવે છે

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં થયેલા તીવ્ર વધારાને પગલે ગોલ્ડ લોનમાં નોંધાયેલી મજબૂત વૃદ્ધિના ટેકે, ડિસેમ્બર 2025ના ત્રિમાસિક ગાળામાં, ભારતના ક્રેડિટ માર્કેટ ઈન્ડિકેટર (સીએમઆઈ)1 માં વાર્ષિક અને ત્રિમાસિક એમ બંને ધોરણે વૃદ્ધિ નોંધાઈ છે. જોકે, તહેવારો પછીના સમયમાં રિટેલ ક્રેડિટ સપ્લાય પૂર્વવત સામાન્ય થયો છે. જીએસટી દરોમાં કરાયેલાં ફેરફારને કારણે આવેલી તેજી હવે ધીમી પડીને 2024ના અંતના સ્તરે પાછી ફરી છે, જે ટૂંકા ગાળાની માંગમાં મોસમી ઘટાડો આવ્યો હોવાનું દર્શાવે છે.

ટ્રાન્સયુનિયન સિબિલના માર્ચ 2026ના ક્રેડિટ માર્કેટ રિપોર્ટ મુજબ, ડિસેમ્બર 2025ના ત્રિમાસિક ગાળામાં કન્ઝ્યુમર ક્રેડિટ માર્કેટ ઇન્ડિકેટર (CMI) વધીને 102 થયો હતો, જે ડિસેમ્બર 2024ના ત્રિમાસમાં 97 હતો. સપ્ટેમ્બર 2025ના અગાઉના ત્રિમાસમાં આ આંકડો 100 હતો, જેની સરખામણીએ ડિસેમ્બર 2025માં તેમાં બે પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2025ના ત્રિમાસનો આ સીએમઆઈ સતત ત્રીજા ત્રિમાસિક ગાળામાં થયેલો સુધારો દર્શાવે છે.

સીએમઆઈ એ ડેટાના વિવિધ પાસાઓનું એક વ્યાપક માપદંડ છે, જેનું દર મહિને વિશ્લેષણ કરવામાં આવે છે. આ ઇન્ડિકેટર ક્રેડિટ માર્કેટના કામગીરીમાં થતા ફેરફારોને સમજવા માટે માંગ, પુરવઠો, ગ્રાહકોની વર્તણૂક અને કામગીરી એમ ચાર મુખ્ય બાબતોને ધ્યાનમાં લે છે. આ તમામ પરિબળોને સાંકળીને એક મુખ્ય સીએમઆઈ ઇન્ડિકેટર બનાવવામાં આવે છે, જેની વિગતવાર માહિતી અલગ-અલગ પણ જોઈ શકાય છે. સીએમઆઈનો ઊંચો આંક બજારની સુધરતી સ્થિતિ દર્શાવે છે, જ્યારે નીચો આંક બજારમાં ઘટાડો સૂચવે છે.

ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઈઓ શ્રી ભાવેશ જૈને જણાવ્યું હતું કે, “રિટેલ ક્રેડિટ ગ્રોથમાં બદલાવના સંકેતો મળી રહ્યા છે, જેમાં ગોલ્ડ લોન જેવી સુરક્ષિત પ્રોડક્ટ્સ સિવાય પણ પ્રથમ વખત લોન લેનારા અને યુવા ઋણ લેનારાઓ તરફથી વપરાશની માંગ વધી રહી છે. જોકે તહેવારો પછી લોનના પુરવઠામાં જે ઘટાડો આવ્યો છે તે મોસમી વલણ દર્શાવે છે, પરંતુ ક્રેડિટ પરફોર્મન્સમાં થયેલો એકંદર સુધારો ભારતના ક્રેડિટ માર્કેટની મજબૂતી અને પરિપક્વતાને વધુ દ્રઢ બનાવે છે.”ડિસેમ્બર 2024ના ત્રિમાસિકમાં માંગ અંગેનો સીએમઆઈ 92 હતો, જે ડિસેમ્બર 2025ના ક્વાર્ટરમાં વધીને 96 થયો હતો. આ વધારો મુખ્યત્વે અર્ધ-શહેરી અને ગ્રામીણ ગ્રાહકોની મજબૂત માંગને કારણે નોંધાયો છે. કુલ રિટેલ ઉધાર લેનારાઓમાં તેમનો હિસ્સો વધીને 54% થયો છે, જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ત્રણ ટકાનો વધારો દર્શાવે છે. પહેલીવાર લોન લેનારા  ગ્રાહકોનો હિસ્સો પણ એક ટકા વધીને કુલ ઉધાર લેનારાઓના 15% થયો છે.

તહેવારો પછીના સમયગાળામાં, ઓટો લોનનું પ્રમાણ ગયા વર્ષના સ્તર મુજબ સુધર્યું છે, જેને મુખ્યત્વે 5થી 10 લાખ રૂપિયાની સસ્તી મધ્યમ શ્રેણીની કારોના વધેલા પુરવઠાનો ટેકો મળ્યો છે. 2024ની સરખામણીએ, 2025માં તહેવારો પછીના સમયગાળામાં ઓટો લોનના સરેરાશ દૈનિક પુરવઠામાં 10%નો વધારો થયો છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here