Tuesday, October 6, 2026
HomeBusinessપિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે ટેસ્ટ આપતા લોકોમાં...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે ટેસ્ટ આપતા લોકોમાં ટેસ્ટના દિવસે આત્મવિશ્વાસ વધારવા અને સજ્જ થવા મદદરૂપ છે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE: PSON.L)એ એનું અધિકૃત AI-પાવર્ડ ટૂલ ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ લૉંચ કર્યું છે, જે ટેસ્ટ આપતા લોકોને પિયર્સન ટેસ્ટ ઓફ ઇંગ્લિશ (PTE) પરીક્ષાની તૈયારીમાં મદદ કરે છે. આ પરીક્ષા વિદેશમાં અભ્યાસ કરતા, કામ કરતા અને રહેવા માટે જરૂરી છે.
ટેસ્ટ આપનાર મોક ટેસ્ટ અને અલગ-અલગ કે વ્યક્તિગત પ્રશ્રોનો જવાબ આપી શકે છે તથા તરત સ્કોર અને ફીડબેક મેળવી શકે છે. ત્યાર બાદ તેમને એક AI ટ્યૂટર પાસેથી માર્ગદર્શન મળે છે, જે તેમને સટિકપણે દર્શાવે છે કે તેમને ક્યાં સુધારો કરવાની જરૂર છે. આ ટૂલ PTE એકેડેમિક અને PTE કોર એમ બંનેની તૈયારીમાં મદદ કરે છે.
આ શા માટે મહત્વપૂર્ણ છે?
દર વર્ષે લાખો લોકો યુનિવર્સિટીમાં એડમિશન, નોકરી કે વિદેશમાં વિઝા મેળવવા જરૂરી ઇંગ્લિશ ટેસ્ટ આપે છે. મોટા ભાગના લોકો હવે પોતાના મોબાઇલ પર પોતાની સુવિધા મુજબ તૈયારી કરે છે. ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ સાથે શીખનાર લોકો અસલી પ્રેક્ટિસ સવાલોની તૈયારી કરે છે અને તેમને સ્કોરિંગની સાચી રીતો મુજબ સ્કોર અને ફીડબેક મળે છે. એનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ સારી રીતે સમજી શકે છે કે, ટેસ્ટના દિવસે તેઓ શું આશા રાખી શકે છે.
પિયર્સન ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગના પ્રેસિડન્ટ શેરોન હેગે કહ્યું હતું, “ટેસ્ટ આપનાર લોકો માટે ટેસ્ટના દિવસે આત્મવિશ્વાસ હોય એ જરૂરી છે. તેમને ઉચિત ફીડબેક, ટેસ્ટના ધારાધોરણોનો સાચો અંદાજ મળવો જોઈએ. વળી, તેમણે સ્પષ્ટપણે સમજવુ જોઈ કે, તેમણે કઈ બાબત પર ધ્યાન આપવાની જરૂર છે. અમે ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ બનાવ્યું છે, કારણ કે ટેસ્ટ આપતા લોકો સૌથી વધુ જરૂર હોય એના પર ઉચિત રીતે ધ્યાન આપી શકે. તેમાં દરેક પગલે માર્ગદર્શન આપવા AI ટ્યૂટર છે અને એક ગ્લોબલ લીડરબોર્ડ છે, જેમાં તેઓ જોઈ શકે છે કે, PTE સમુદાયમાં તેમની સ્થિતિ શું છે.”

ભારતમાં તેની જરૂરિયાત સવિશેષ મહત્વપૂર્ણ છે. ICEF મોનિટર દ્વારા વિદેશ મંત્રાલયના ડેટા ટાંકીને જણાવ્યું છે કે, વર્ષ 2025માં 12 લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશોમાં ઉચ્ચ અભ્યાસ મેળવી રહ્યાં છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે વિદ્યાર્થીઓ અને પ્રતિભાઓની અવરજવરમાં ભારતનું સતત વધતું મહત્વ દર્શાવે છે. જેમ જેમ વધારે વિદ્યાર્થીઓ વિદેશોમાં અભ્યાસ, કામ અને રહેવાનો માર્ગ પસંદ કરી રહ્યાં છે, તેમ તેમ તેમને આત્મવિશ્વાસ સાથે આગેકૂચ કરવામાં મદદરૂપ થવા ભરોસો કરી શકાય એવી રીતે ઇંગ્લિશની તૈયારી જરૂરી બનતી જાય છે.
પિયર્સન ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગના રિજનલ ડિરેક્ટર પ્રભુલ રવિન્દ્રને કહ્યું હતું, “જેમ જેમ ઇંગ્લિશ ગ્લોબલ ટેલેન્ટ મોબિલિટી હાર્દરૂપ બનતી જાય છે, તેમ તેમ આ ભાષામાં કુશળતા ઘણી વાર આશા અને તક વચ્ચે સેતુનું કામ કરે છે. ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ભારતીય ટેસ્ટ આપતા લોકોને અધિકૃત સવાલ, તરત સ્કોરિંગ અને લક્ષિત ફીડબેક આપે છે, જેથી તેઓ સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે તૈયારી કરી શકે.”
PTE માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા એક ઇંગ્લિશ ટીચર મારિયા ગેર્જેસ વાડિયાએ કહ્યું હતું, “આ શિક્ષકો અને વિદ્યાર્થીઓ એમ બંને માટે ઉપયોગી ટૂલ છે. તેમાંથી પ્રાપ્ત ફીડબેક વિગતવાર અને ઉપયોગી હોય છે તથા AI એવી વ્યવહારિક ટિપ્સ આપે છે, જે પર્ફોર્મન્સને શ્રેષ્ઠ બનાવવામાં મદદરૂપ થાય છે.”

PTE AI પ્રેક્ટિસ હવે ભારત અને ચીનમાં ઉપલબ્ધ છે તથા નાણાકીય વર્ષ 2026-27ના ત્રીજા ત્રિમાસિક ગાળાથી અન્ય બજારોમાં ઉપલબ્ધ થશે. ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ શરૂઆત કરવામાં ફ્રી છે તથા ફ્લેક્સિબ્લ પેઇડ પ્લાન્સ સાથે વધારે તૈયારી માટે ઉપલબ્ધ છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here