ભારત બનશે IOC Session 2023નું યજમાન, મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં યોજાશે સમારોહ

0
11
ભારત 40 વર્ષ પછી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સત્રની યજમાની કરશે, આઈઓસી સદસ્ય નીતા અંબાણીનો પ્રેરણાત્મક સંદેશ
ભારત 40 વર્ષ પછી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સત્રની યજમાની કરશે, આઈઓસી સદસ્ય નીતા અંબાણીનો પ્રેરણાત્મક સંદેશ

IOC Session 2023 india: ભારતના રમત ગમત ક્ષેત્ર માટે માટે એક મોટો સમાચાર સામે આવ્યો છે. 40 વર્ષ બાદ ભારત ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીનું યજમાન બનશ.ભારતે ચીનના બેઇજિંગમાં યોજાઈ રહેલ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના 139માં સેશમાં શનિવારે આ સેશનની યજમાની કરવાનું બોલી જીતી લીધી છે. ભારતના પ્રથમ ગોલ્ડ મેડાલિસ્ટ અભિનવ બિન્દ્રા આઈઓસી સદસ્ય નીતા અંબાણી ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરિંદર બત્રા, યુવા અને રમતગમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે 139માં સત્રમાં આઈઓસી સદસ્યોને પ્રેઝેન્ટેશન આપ્યું હતું.આ સત્ર અંગે આઈઓસીના સદસ્ય શ્રીમતિ નીતા અંબાણીએ જણાવ્યું કે ‘ પ્રતિષ્ઠીત ઓલિમ્પિક કાર્યક્રમના યજમાનપદ માટેના કાર્યક્રમમાં પ્રસ્તુ થયેલા પ્રતિનિધી મંડળની આગેવાની કરવું એ સન્માનની વાત છે. ભારતના ઓલિમ્પિક કાર્યક્રમ માટે આ ખૂબ મહ્તપૂર્ણ બાબત છે. આ સત્ર ભારતમાં યોજાવાથી રમતગમતની દિશામાં એક નવા યુગની શરૂઆત કરાવશે.’તેમણે ઉમેર્યુ કે ‘ભારત વિશ્નો સૌથી યુવા દેશ છે. હું ભારતના યુવાનો માટે ખૂબ ઉત્સાહી છું. ભારતના યુવાનો ઓલિમ્પિક્સમાં આવી અને પ્રથમદર્શી અનુભવ મેળવી શકે છે. ભારતમાં ઓલિમ્પિક્સ રમતોનું આયોજન કરવાના અમારા સ્વપ્નને આ કાર્યક્રમ થકી બળ મળશે’આઈઓસી કમિટીનું ભારતમાં આ બીજીવાર આયોજન થશે. અગાઉ વર્ષ 1983માં નવી દિલ્હીમાં આ સેશન યોજાયું હતું. વર્ષ 2019માં ઓગસ્ટમાં આઈઓસી સમિતિ જિયો વર્લ્ડ સેન્ટર જોવા માટે આવી હતી. આ સેન્ટર જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત માર્ચ 2022માં નક્કી થયું હતું કે મુંબઈ આ સત્રની યજમાની કરશે.આઈઓસી સત્ર આઈઓસી સભ્યોની જનરલ મીટિંગ હોય છે. આઈઓસીનો આ સર્વોચ્ચ કાર્યક્રમ હોય છે, જેના નિર્ણયો અંતિમ નિર્ણયો થાય છે. એક સામાન્ય સત્રનું આયોજન દર વર્ષે એકવાર થાય છે. જ્યારે કે અસાધારણ સત્ર પ્રેસિડેન્ટ અથવા એક તૃતિયાંશ સભ્યોના આગ્રહ પર બોલાવવામાં આવે છે.આઈઓસીમાં વોટિંગ અધિકારો સાથે કુલ 101 સભ્યો છે. આ ઉપરાંત કુલ 45 સભ્યો છે જેને વોટિંગનો અધિકાર નથી તેઓ માનદ સભ્યો છે.