અંતરીક્ષમાં જઇ રહેલી ભારતની દીકરી સિરિશા બાંદલા: આજે ધરતીથી 3 લાખ ફુટ ઉપર ઊડાન ભરશે;

0
36
કલ્પના ચાવલા અંતરીક્ષમાં જનારી ભારતમાં જન્મેલી પ્રથમ મહિલા,11 જુલાઇએ સિરિશા અને રિચર્ડ બ્રૈન્સન સહિત 6 લોકો અંતરીક્ષમાં જશે
કલ્પના ચાવલા અંતરીક્ષમાં જનારી ભારતમાં જન્મેલી પ્રથમ મહિલા,11 જુલાઇએ સિરિશા અને રિચર્ડ બ્રૈન્સન સહિત 6 લોકો અંતરીક્ષમાં જશે

ટ્રાવેલર- એસ્ટ્રોનોટ 004, ભૂમિકા- રિસર્ચર એક્સપીરિયંસ, તારીખ- 11 જૂલાઇ, સમય- સાંજે 6-25 વાગ્યે. આંધ્ર પ્રદેશનાં ગુંટૂર જીલ્લાનાં ચિરાલામાં જન્મેલી સિરિશા બાંદલા ન્યુ મેક્સિકોના સ્પેસ સ્ટેશનથી અંતરીક્ષની ઉડાન ભરવા જઇ રહી છે. જો બધા સંજોગો યોગ્ય રહેશે તો સિરિશા અંતરીક્ષમાં જવા વાળી ભારતમાં જન્મેલી બીજી મહિલા બની જશે. આ પહેલા હરિયાણામાં જન્મેલી કલ્પના ચાવલાએ અંતરીક્ષમાં ઉડાન ભરી હતી.જ્યારે વર્જિન ગેલેક્ટીકનું અંતરિક્ષ વિમાન VSS UNITYમાં સવાર સિરિશા અવાજ કરતા ત્રણ ગણી ઝડપે અવકાશમાં જશે, ત્યારે સ્વાભાવિક રીતે તેની આંખો સામે 34 વર્ષ જીવનની ઝલક જોવા મળશે. અમે અહીં સિરિશાના જીવનની ઝલક રજૂ કરવા જઈ રહ્યા છીએ.માત્ર 4 વર્ષની ઉંમરમાં આંધ્ર પ્રદેશથી અમેરિકાનો પ્રવાસ, અંતરીક્ષ જવાનુ સપનુ જોવુ, એરોનોટીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરવો, આંખમાં ખામી હોવાને લીધે NASAમાં ન જઇ શકવુ, સ્ટ્રીમ બદલી સ્પેસ પોલિસી પસંદ કરવી, વર્જિન ગૈલેક્ટીકમાં ઇન્ટર્નથી વાઇસ પ્રેસિડેન્ટ સુધીની જર્ની. ચાલો શરૂઆતથી શરૂ કરીએ.આંધ્ર પ્રદેશનાં ગુંટૂર જિલ્લાના ચિરાલામાં 1987માં સિરિશાનો જન્મ થયો હતો. તેમના પિતા બી. મુરલીધરન અને માતા અનુરાધા અમેરિકામાં નોકરી કરતા હતા. તેઓ સિરિશાને દાદા-દાદી સાથે છોડીને અમેરિકા નોકરી કરવા ગયા હતા. જ્યારે સિરિશા માત્ર 4 વર્ષની હતી ત્યારે વાલી વગર એકલા ભારત થી અમેરિકાની ઉડાન ભરી હતી.સિરિશાનાં દાદા ડો. રગૈયા બાંદલાએ એક ઇન્ટરવ્યુમાં જણાવે છે કે ‘તેના સાથે અમારા એક ઓળખીતા હતા પરંતુ સિરિશા માટે તેઓ એકદમ અજાણ્યા હતા તેમ છતા તે અમેરિકા જવા ફ્લાઇટમાં બેસવા ઉત્સાહિત હતી.’નાસાનું જહોનસન સ્પેસ સેન્ટર અમેરિકાના હ્યુસ્ટનમાં છે. નાનપણથી જ સિરિશા તેની અંતરીક્ષને જોડાયેલા લોકોને પોતાની આજુબાજુ જોતી હતી. સિરિશાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મેં જોવાનું શરૂ કર્યું કે લોકો કેવી રીતે અવકાશયાત્રી બને છે. તે પછી મેં આ ક્ષેત્રમાં મારી કારકીર્દિ બનાવવાનું નક્કી કર્યું.’સિરિશાએ 2011 માં એરોસ્પેસ અને એરોનોટીકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. સિરિશા નાસામાં જવા ઇચ્છતી હતી, પરંતુ આંખમાં કોઈ ખામી હોવાને કારણે તે થઈ શક્યું નહીં. પછી તેમના એક પ્રોફેસરે તેમને સ્પેસ પોલિસી પસંદ કરવાની સલાહ આપી. આમાં, અતંરીક્ષને સંબંધિત સરકારની નીતિઓનો અભ્યાસ કરવામાં આવે છે. સિરિસાએ 2015 માં જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ કર્યો હતો.