Wednesday, September 30, 2026
HomeBusinessઆઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ...

આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે રૂ. 10,000 કરોડના આઇપીઓ માટે સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું, ભારતમાં પ્રાઇવેટ સેક્ટરમાં રિન્યૂએબલ એનર્જી સ્પેસમાં સૌથી મોટો આઇપીઓ બનશે

Date:

Related stories

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

તહેવારોની સિઝનમાં એઆઈ+ સ્માર્ટફોનનો પોર્ટફોલિયો વિસ્તરયો પલ્સ ૨ એફઈ,...

તહેવારોની સિઝન પહેલાં એઆઈ+ સ્માર્ટફોને આજે પલ્સ ૨ એફઈ,...

INOXGFL ગ્રૂપનો હિસ્સો અને અગ્રણી ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડે આઇપીઓ માટે સેબીમાં તેનું ડીઆરએચપી ફાઇલ કર્યું છે.
આઇપીઓનું કુલ કદ રૂ. 10,000 કરોડ છે, જેમાં રૂ. 8,000 કરોડનો ફ્રેશ ઇશ્યૂ તથા સેલિંગ શેરહોલ્ડર દ્વારા રૂ. 2,000 કરોડના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
દેવાંશ જૈન અને અવર્ણા જૈન કંપનીના પ્રમોટર્સ છે.
ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ કંપની અને તેની પેટા કંપનીઓ (પ્રત્યક્ષ અને પરોક્ષ) કેટલાંક ઋણના સંપૂર્ણ અથવા આંશિક રિપેમેન્ટ અથવા પ્રી-પેમેન્ટ માટે તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરાશે.
આઇનોક્સ ક્લિન એનર્જી લિમિટેડ મુખ્યત્વે બે પ્રમુખ બિઝનેસ વર્ટિકલ્સ સાથે ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ છે. તેનો રિન્યૂએબલ પાવર જનરેશન બિઝનેસ ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસ (આઇપીપી બિઝનેસ)માં ભારત અને આફ્રિકામાં 9.29 ગીગાવોટ રિન્યૂએબલ આઇપીપી પોર્ટફોલિયો સામેલ છે, જેમાંથી 31 ઓગસ્ટ, 2026 સુધીમાં 2.37 ગીગાવોટ ઓપરેશનલ છે અને અંદાજે 0.80 ગીગાવોટ કન્સ્ટ્રક્શન હેઠળ છે, 2.99 ગીગાવોટ પાઇપલાઇન કેપિસિટી છે અને 3.13 ગીગાવોટ ભાવિ કેપિસિટી છે. તેના સોલર મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં સોલર ફોટોવોલ્ટિક (પીવી) મોડ્યુલ્સનું ઉત્પાદન થાય છે, જ્યારે કે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સોલર સેલ મેન્યુફેક્ચરિંગ કેપિસિટીનું નિર્માણ ચાલી રહ્યું છે. 31 ઓગસ્ટ, 2026 સુધીમાં તેની કુલ ઓપરેશનલ સોલર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા 6.00 ગીગાવોટ છે.
ક્રિસિલ રિપોર્ટ મૂજબ 31 ઓગસ્ટ, 2026 સુધીમાં કંપની ટોચના 10 ભારતીય રિન્યૂએબલ આઇપીપી પ્લેટફોર્મ પૈકીની એક છે તેમજ સંપૂર્ણ કમિશન્ડ ધોરણે ટોચના 10 ભારતીય ઇન્ટિગ્રેટેડ સોલર પીવી મોડ્યુલ અને સેલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પૈકીની એક છે. કંપનીના આઇપીપી બિઝનેસમાં રિન્યૂએબલ પાવર જનરેશન એસેટના વિકાસ, સંપાદન, માલિકી અને સંચાલનનો સમાવેશ થાય છે, જ્યારે સોલર મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં રિન્યૂએબલ એનર્જી માર્કેટ માટે પીવી મોડ્યુલ્સનું ઉત્પાદન સામેલ છે, જેમાં હાલમાં વિકાસ હેઠળ સોલર સેલ મેન્યુફેક્ચરિંગમાં બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે.
ક્રિસિલ રિપોર્ટ મૂજબ આઇપીપી બિઝનેસમાં તે ભારતમાં સૌથી ઝડપથી વિકસતું પ્લેટફોર્મ છે, જેણે સક્રિયપણે સંપાદન રણનીતિ દ્વારા એપ્રિલ 2025થી છેલ્લાં 1.5 વર્ષમાં 2.37 ગીગાવોટની ઓપરેશનલ કેપિસિટી હાંસલ કરી છે
ક્રિસિલ રિપોર્ટ મૂજબ કંપની એક અલગ ડ્યુઅલ-એન્જિન રિન્યુએબલ એનર્જી પ્લેટફોર્મ ધરાવે છે, જે તેના સોલર મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાંથી સ્કેલેબલ મેન્યુફેક્ચરિંગ આવકને તેના આઇપીપી બિઝનેસમાંથી લાંબાગાળાના વાર્ષિક કેશ ફ્લો સાથે જોડે છે. ક્રિસિલ રિપોર્ટ મૂજબ કંપની ત્રણ ખંડોમાં ઉપસ્થિતિ સાથે અગ્રણી અને થોડા ભારતીય મૂળના રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ્સ પૈકીની એક છે, જે સમગ્ર ભારતમાં અને સ્કાયપાવર એમઇએનએ, આફ્રિકા અને ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં તેની સોલર મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ દ્વારા રિન્યૂએબલ પાવર જનરેશન પ્લેટફોર્મનું સંચાલન કરે છે.
આ કંપની વ્યાપક INOXGFL ગ્રૂપનો હિસ્સો છે, જે એક વૈવિધ્યસભર ઔદ્યોગિક સમૂહ છે, જેમાં કેમિકલ અને રિન્યૂએબલ એનર્જી બિઝનેસ સામેલ છે અને ભારતમાં ત્રણ લિસ્ટેડ એન્ટિટી છે, જેમકે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, આઇનોક્સ વિન્ડ લિમિટેડ અને આઇનોક્સ ગ્રીન એનર્જી સર્વિસીસ લિમિટેડ. રિન્યૂએબલ એનર્જી પ્લેટફોર્મ INOXGFL ગ્રૂપ ઇકોસિસ્ટમની સંકલિત ક્ષમતાઓનો લાભ મેળવે છે, જેમાં સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગથી લઈને આઇપીપી પાવર જનરેશન, આઇનોક્સ વિન્ડ લિમિટેડ દ્વારા વિન્ડ ટર્બાઇન જનરેટરની એક્સેસ, આઇનોક્સ રિન્યૂએબલ સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન ક્ષમતાઓ તેમજ આઇનોક્સ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ દ્વારા રિન્યૂએબલ એનર્જી કામગીરી અને જાળવણીનો સમાવેશ થાય છે, જેણે 31 ઓગસ્ટ, 2026 સુધીમાં તેની કુલ ઓપરેશનલ આઇપીપી ક્ષમતા આશરે 2.37 ગીગાવોટના 0.53 ગીગાવોટ માટે O&M સેવા આપી હતી.
તે ભારતમાં આઇનોક્સ નીઓ એનર્જીઝ લિમિટેડ દ્વારા અને આફ્રિકામાં સ્કાયપાવર સર્વિસીસ એમઇએનએ લિમિટેડ દ્વારા આઇપીપી બિઝનેસ હાથ ધરે છે, જે કંપનીનું સાહસ આર્ક્ટિક ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ સાથે છે, જે તેના વ્યૂહાત્મક ભાગીદાર છે. કંપની ભારતમાં આઇનોક્સ સોલર લિમિટેડ દ્વારા સોલર મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ચલાવે છે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કામગીરી અમુરા રિન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની આઇનોક્સ સોલર અમેરિકા એલએલસી દ્વારા હાથ ધરવામાં આવે છે.
નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ, સીએલએસએ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એમિરેટ્સ એનબીડી કેપિટલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, એચએસબીસી સિક્યોરિટીઝ એન્ડ કેપિટલ માર્કેટ્સ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ લિમિટેડ, આઇઆઇએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ (અગાઉ આઇઆઇએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી), જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને યુબીએસ સિક્યોરિટીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.

ભારતીય નૌકાદળ અને TVS મોટરે યુવા પેઢીને પ્રેરિત કરવા...

ભારતીય નૌકાદળે ટૂ-અને થ્રી-વ્હીલરની પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક અને TVS...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને ચૂકવવામાં...

ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ નાણાકીય વર્ષ 2026માં પરિવારોને સરેરાશ...

સોલ્ફિને હિમાચલ પ્રદેશ અને પંજાબમાં પર્ફોમન્સ-લિંક્ડ લીઝ લૉન્ચ કરી,...

ગ્રીન એનર્જી ક્ષેત્ર પર કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની સોલ્ફિન...

ગુજરાતના સોલાર ઉત્પાદન પ્રવાસમાં રાજ્યના સ્થાનને મજબૂત કરતું નવિતાસ...

સુરત મુખ્ય મથક ધરાવતી ભારતીય સોલાર મોડ્યુલ ઉત્પાદક કંપની...

શું પ્રેમમાં તૂટી જશે ઉંમરની દીવાલ? કલર્સ તેના દિલને...

~ ૨૮ સપ્ટેમ્બરે રાત્રે ૯:૩૦ વાગ્યે પ્રીમિયર અને ત્યાર...

તહેવારોની સિઝનમાં એઆઈ+ સ્માર્ટફોનનો પોર્ટફોલિયો વિસ્તરયો પલ્સ ૨ એફઈ,...

તહેવારોની સિઝન પહેલાં એઆઈ+ સ્માર્ટફોને આજે પલ્સ ૨ એફઈ,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here