Sunday, October 4, 2026
HomeEducationધોરણ-10,12 રિપીટર વિદ્યાર્થીને હાઈકોર્ટે ન આપી રાહત,કહ્યું- ભણવામાં ધ્યાન આપો

ધોરણ-10,12 રિપીટર વિદ્યાર્થીને હાઈકોર્ટે ન આપી રાહત,કહ્યું- ભણવામાં ધ્યાન આપો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

રિપીટર વિદ્યાર્થીઓને હાઈકોર્ટમાંથી ન મળી રાહત. હવે 15 જુલાઈના ધો. 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યથાવત રહેશે. રિપીટર અને એકસટર્નલ વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવાની માગ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરી હતી. આ પિટીશન હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે ટકોર કરી કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉંચુ લઈ જવાનું છે, નીચું નહીં. આ સાથે જ હાઈકોર્ટે વિદ્યાર્થીઓને અભ્યાસ પર ધ્યાન આપવા પણ ટકોર કરી છે.આ પહેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, ધોરણ 10 અને 12ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય. તેમણે જણાવ્યું હતું કે, રિપીટર માટે જાહેર કરવામાં આવેલો પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રહેશે. આ પહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારને પત્ર લખી રિપીટરની પરીક્ષા રદ કરવા માંગ કરી હતી. આ માંગનો છેદ ઉડાવતા શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે, રિપીટરની પરીક્ષા નક્કી થયેલી તારીખે યોજાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ હાલ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત ગત્ત વર્ષના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. તેવામાં શૈક્ષણિક સંસ્થાઓ લગભગ છેલ્લા દોઢ વર્ષ કરતા વધારે સમયથી બંધની સ્થિતિમાં છે.રાજ્યમાં કોરોનાના કેસમાં હાલ ધરખમ ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે ફરી એકવાર શાળાઓ અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના હવે લગભગ કાબુની સ્થિતીમાં છે. શાળો કોલેજો શરૂ કરવા મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. જેમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નિર્ણય લેવાશે. પ્રથમ કોલેજ ત્યાર બાદ ધોરણ 12થી માંડીને ધોરણ 1 સુધીનાં વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવવામાં આવશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here