LPG સિલિન્ડર મોંઘું થયું, અમદાવાદમાં હવે 1060માં મળશે, આજથી નવા ભાવ લાગુ

0
7
899.50 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગયા
સિલિન્ડરના ભાવમાં રૂ. 50નો વધારો

નવી દિલ્હી : ફરી એકવાર સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. 14.2 કિલોવાળા રાંધણગેસના સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં એલપીજી સિલિન્ડર 1053 રૂપિયામાં મળશે, જ્યારે કોલકાતામાં રૂ. 1079 અને ચેન્નઇમાં રૂ. 1068.50 આજથી મળશે. 14.2 kgવાળા સિલિન્ડરની સાથે સાથે નાના 5 kg ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. એની કિંમતમાં 18 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.બીજી તરફ, 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ઘટાડવામાં આવ્યો છે. પ્રતિ સિલિન્ડર એની કિંમતમાં 8.50 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે આ રાહત વધારે નથી, કારણ કે થોડા દિવસો પહેલાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો હતો.14.2 કિલોવાળા રાંધણગેસના સિલિન્ડરના નવા ભાવ 6 જુલાઈથી લાગુ થઈ ગયા છે, એટલે કે આજે તમે સિલિન્ડર બુક કરાવો છો તો તમારે હવે 1003 રૂપિયાને બદલે 1053 રૂપિયા ચૂકવવા પડશે.22 માર્ચ, 2022ના રોજ રાંધણગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને એનો ભાવ 899.50 રૂપિયાથી વધીને 949.50 રૂપિયા થઈ ગયો હતો, પરંતુ મોંઘવારી આટલે જ અટકી નહોતી અને ફરીથી 7 મે, 2022ના રોજ રાંધણગેસના ભાવમાં ફરી એક વખત રૂ. 50 વધારવામાં આવ્યા. આ વધારા પછી રાંધણગેસ સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયાથી વધીને 999.50 રૂપિયા થઈ ગઈ હતી.