Wednesday, July 15, 2026
HomeGujaratમહિન્દ્રાએ ગુજરાતમાં નવા શાનદાર લૂક અને વધુ માસ્ટ ડિઝાઇન સાથે નવી રોટાવેટર...

મહિન્દ્રાએ ગુજરાતમાં નવા શાનદાર લૂક અને વધુ માસ્ટ ડિઝાઇન સાથે નવી રોટાવેટર સિરીઝ રજૂ કરી

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

ભારતની નંબર 1 ટ્રેક્ટર કંપની અને ભારતમાં સૌથી મોટી ફાર્મ મશીનરી અને રોટાવેટર ઉત્પાદકોમાંની એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગુજરાતમાં તેની નવી મહિન્દ્રા રોટાવેટર સિરીઝ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એક શાનદાર નવા દેખાવ અને વિશાળ માસ્ટ ડિઝાઇન સાથે નવી મહિન્દ્રા રોટાવેટર સિરીઝ હેવી ડ્યુટી પર્ફોર્મન્સ અને મજબૂત એકંદર દેખાવ સુનિશ્ચિત કરે છે. નવી રોટાવેટર સિરીઝ હેવી ડ્યુટી રોટાવેટર કેટેગરી – Mahavator & Mahavator HD – હેઠળ ઉપલબ્ધ હશે જે 4થી 9 ફૂટ સુધી ફેલાયેલી છે.

વ્યાપક બજાર વિશ્લેષણ અને ખેડૂતોના પ્રતિસાદના આધારે વિકસાવવામાં આવેલ, મહિન્દ્રાની નવી રોટાવેટર સિરીઝ શ્રેષ્ઠ માળખાકીય મજબૂતાઈ અને વધુ ટકાઉપણું પ્રદાન કરે છે. નવી સિરીઝ ભારે ખેડાણ કામગીરી અને ઘસારો સહન કરવા માટે વધુ સારી સ્થિરતા અને હેન્ડલિંગ સાથે શ્રેષ્ઠ કાર્યાત્મક અસર પ્રદાન કરે છે. ઉપરાંત તે ભારતમાં સામાન્ય રીતે જોવા મળતી ખડતલ અને અસમાન ખેતરની સપાટી પર લાંબા ગાળાની વિશ્વસનીયતા પણ સુનિશ્ચિત કરે છે.

નવા દેખાવવાળી રોટાવેટર સિરીઝ અંગે મહિન્દ્રા ફાર્મ ઇક્વિપમેન્ટ બિઝનેસના ફાર્મ મશીનરીના બિઝનેસ હેડ તથા આંતરરાષ્ટ્રીય કામગીરીના હેડ તથા વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. અનુષા કોથંદારમને જણાવ્યું હતું કે, “ખેત ઉત્પાદકતા માટે ફાર્મ મિકેનાઇઝેશન જરૂરી છે અને રોટાવેટર્સ ખેતીની જમીનને કાર્યક્ષમ રીતે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહિન્દ્રા ખાતે અમારા નવા ડિઝાઇન કરેલા રોટાવેટર્સ શ્રેષ્ઠ કામગીરી પ્રદાન કરવા માટે વિકસાવવામાં આવ્યા છે, જ્યારે ખેડૂતોને ટ્રેક્ટર ઉપરાંત તેમની આજીવિકાને ટેકો આપતા ખેતીના સાધનોની માલિકીની ભાવના પણ વધારે છે. શરૂઆતમાં 4 થી 9 ફૂટ શ્રેણીમાં ઓફર કરાયેલા, નવા દેખાવવાળા રોટાવેટર્સ ગુજરાતમાં મહિન્દ્રાના વ્યાપક ડીલર નેટવર્કમાં તબક્કાવાર રજૂઆત દ્વારા ખેડૂતો સુધી પહોંચશે.”

નવી ડિઝાઇન કરાયેલ રોટાવેટર સિરીઝ મહિન્દ્રાના વર્તમાન રોટાવેટર મોડેલોનું સ્થાન લેશે, જ્યારે મહિન્દ્રા તેના હાલના મોડેલ લાઇનઅપ ઓફર કરવાનું ચાલુ રાખશે જે ગ્રાહકોને વિવિધ ખેતી પસંદગીઓ અને કાર્યકારી જરૂરિયાતોને પૂર્ણ કરતો સંપૂર્ણ પોર્ટફોલિયો આપશે.

આપણા રાષ્ટ્રની ભાવનાની ઉજવણી કરવા માટે, મહિન્દ્રાએ ત્રિરંગાથી પ્રેરિત રંગોમાં લિમિટેડ એડિશન મહિન્દ્રા રોટાવેટર્સ જેમ કે મેટાલિક ઓરેન્જ, એવરેસ્ટ વ્હાઇટ અને મેટાલિક ગ્રીન પણ રજૂ કર્યા છે. Mahavator HD, Supervator અને Gyrovator ZLX+ વેરિઅન્ટમાં ઉપલબ્ધ, આ એડિશન ભારતના ખેડૂત સમુદાયની શક્તિ અને સ્થિતિસ્થાપકતાને નમન કરે છે.

મહિન્દ્રા ‘ઇન્ટેલિજન્ટ રોટાવેટર’ પણ ઓફર કરે છે જે Tez-e  બ્રાન્ડ નામ હેઠળ પેટન્ટ કરાયેલ નવીનતા છે. રોટાવેટરમાં બ્લૂટૂથ ટેકનોલોજીને સંકલિત કરીને, ઇન્ટેલિજન્ટ રોટાવેટર ખેતરમાંથી વાસ્તવિક સમયની માહિતીને મોબાઇલ એપ્લિકેશન પર સરળતાથી ટ્રાન્સમિટ કરે છે. આ એવી સુવિધા છે જ્યાં અત્યાધુનિક ટેકનોલોજી ખેડાણની જૂની પરંપરાને પૂર્ણ કરે છે, જે ચોકસાઇપૂર્ણ ખેતીને ફરીથી વ્યાખ્યાયિત કરે છે.

મહિન્દ્રા દેશના સૌથી મોટા રોટાવેટર ઉત્પાદકોમાંની એક છે. કંપનીની વ્યાપક રોટાવેટર સિરીઝ વિશ્વ કક્ષાના ધોરણો અનુસાર ડિઝાઇન અને પરીક્ષણ કરાયેલ છે. કંપની ભારત અને વિશ્વભરમાં વિવિધ ખેત પરિસ્થિતિઓ માટે શ્રેષ્ઠ કામગીરી અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે ખેડૂતો સાથે નજીકથી કામ કરે છે. ભારતમાં બનેલા, મહિન્દ્રા રોટાવેટર્સનું ઉત્પાદન પંજાબના નાભા અને તેલંગાણાના ઝહીરાબાદમાં એક સમર્પિત ઉત્પાદન એકમમાં થાય છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here