Monday, September 14, 2026
HomeGujaratરેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં પ્રભાતફેરી કાઢવામાં આવી

રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં પ્રભાતફેરી કાઢવામાં આવી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ભારતીય રેલવેમાં વિદ્યુતીકરણના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમા ભાવનગર ડિવિઝનમાં 29.01.2025 ના રોજ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિવિઝનના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને તેની સફળતામાં સહયોગ આપ્યો હતો.ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ભારતીય રેલ્વે 3 ફેબ્રુઆરી, 2025ના રોજ ઈલેક્ટ્રિક ટ્રેક્શનના 100 વર્ષ પૂર્ણ કરશે, કારણ કે ભારતની પ્રથમ ઈલેક્ટ્રિક ટ્રેન સેવા 3 ફેબ્રુઆરી, 1925ના રોજ બોમ્બે વિક્ટોરિયા ટર્મિનસ અને કુર્લા હાર્બર વચ્ચે શરૂ કરવામાં આવી હતી. રેલ્વે નેટવર્કનું 100% ઇલેક્ટ્રિફિકેશન પણ 100 વર્ષના ઇલેક્ટ્રિક ટ્રેક્શન સાથે એકરુપ થઈ રહ્યુ છે. તેથી, ભારતીય રેલવે ગર્વથી વિદ્યુતીકરણના 100 વર્ષની ઉજવણી કરી રહી છે.ભાવનગર ડિવિઝન પર પ્રભાતફેરીના સમાપન સમયે, ડીઆરએમ શ્રી રવીશ કુમારે દરેકને સંબોધિત કર્યા અને 100% રેલ્વે ઇલેક્ટ્રિફિકેશનના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યુ કે કેવી રીતે વન-વે ટ્રેક્શન અવિરત ટ્રેનના સંચાલનને સક્ષમ કરશે, ટ્રેનનો કુલ ચાલવાનો સમય કેવી રીતે ઘટશે, કેવી રીતે ઇલેક્ટ્રિક ટ્રેક્શન અત્યંત કાર્યક્ષમ છે, તેનાથી પર્યાવરણીય પ્રદૂષણ ઘટશે અને તે અન્ય ફાયદાઓ સાથે કેવી રીતે દેશની તેલની આયાત પર નિર્ભરતા ઘટાડશે. આ પહેલથી અધિકારીઓ અને કર્મચારીઓમાં રેલ્વે ઇલેક્ટ્રિફિકેશનના ફાયદાઓ વિશે જાગૃતિ અને ઉત્સાહ પેદા કર્યો.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વિદ્યુત અભિયંતા (ટ્રેક્શન વિતરણ) શ્રી પ્રદીપકુમાર ગુપ્તા સહિત અન્ય વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રભાતફેરીમાં ભાગ લીધો હતો.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here