#MeToo: અમેરિકન જર્નાલિસ્ટે અકબર પર લગાવ્યો રેપનો આરોપ, પૂર્વ મંત્રીએ કહ્યું- મરજીથી સંબંધ બંધાયા હતાં

0
22
/news/NAT-HDLN-molested-allegations-against-on-m-j-akbar-by-women-journalist-in-us-gujarati-news-5977321-NOR.html?ref=ht
/news/NAT-HDLN-molested-allegations-against-on-m-j-akbar-by-women-journalist-in-us-gujarati-news-5977321-NOR.html?ref=ht

#MeToo અંતર્ગત 20થી વધારે મહિલાઓ દ્વારા શારીરિક શોષણનો આરોપ લગાવ્યા પછી બીજેપી સાંસદ એમ.જે અકબર પર એક મહિલા પત્રકારે રેપનો આરોપ લગાવ્યો છે. અમેરિકામાં રહેતી પલ્લવી ગોગોઈએ જણાવ્યું છે કે, તે જ્યારે એશિયન એજમાં કામ કરતી હતી ત્યારે એમ.જે અકબર તેના બોસ હતાં અને ત્યારે તેની સાથે આ દુર્ઘટના બની હતી. જોકે મહિલાના ખુલાસા પછી પૂર્વ મંત્રી અકબરે કહ્યું છે કે, આ મહિલા સાથે તેમના મરજીથી સંબંધ બંધાયા હતા.

વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત પલ્લવી ગોગોઈએ તેમના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે જયપુરની એક હોટલમાં એમ જે અકબર ‘ખબર પર ચર્ચા’ માટે પલ્લવી સાથે ગયા હતા. ત્યાં હોટલના રૂમમાં તેમણે પલ્લવી સાથે રેપ કર્યો હતો. બંને વચ્ચે ઘણી ખેંચતાણ પણ થઈ હતી. પરંતુ પલ્લવી લખે છે કે, મેં ખૂબ સંઘર્ષ કર્યો પરંતુ શારીરિક રીતે તે મારા કરતાં વધારે તાકાતવર હતો. તેણે મારા કપડાં ફાડી નાખ્યા અને મારી સાથે રેપ કર્યો.

અકબરે શું કર્યો ખુલાસો?
અમેરિકામાં રહેતી ભારતીય પત્રકાર પલ્લવી ગોગોઈ દ્વારા લગાવવામાં આવેલા રેપના આરોપ વિશે પૂર્વ મંત્રી એમ.જે. અકબરે ખુલાસો આપ્યો છે. અકબરે કહ્યું છે કે, 24 વર્ષ પહેલાં અમારી વચ્ચે સહમતીથી સંબંધો બન્યા હતા અને તે ઘણાં મહિનાઓ સુધી ચાલ્યા હતા.

અમારા સંબંધો વિશે ઘણી વાતો પણ થઈ હતી અને અંતે તેના કારણે મારી પર્સનલ લાઈફમાં પણ ઝઘડાં શરૂ થયાં હતાં. અંતે અમારા સંબંધો એક ખરાબ વળાંક તરફ પૂરા થયા હતા.

એમ.જે અકબરે કહ્યું કે, જે લોકો મારી સાથે કામ કરી ચૂક્યા છે અથવા મને જાણે છે તે લોકો પણ આમા સાક્ષી બની શકે છે. તે લોકો પણ જણાવી શકે છે કે, હું અને પલ્લવી કામ કરતાં હતા ત્યારે શું તેના ઉપર કોઈ પ્રેશર હતું?

પૂર્વ વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરે કહ્યું કે, વોશિંગ્ટન પોસ્ટમાં પલ્લવી ગોગોઈએ જે લેખ લખીને મારા વિરુદ્ધ રેપ અને હિંસાનો આરોપ લગાવ્યો છે તે એકદમ ખોટો છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના 23 વર્ષ જૂની છે અને મારા તરફથી આ વિશે ખુલાસો કરી દેવામાં આવ્યો છે. અકબરે કહ્યું કે, 29 ઓક્ટોબરે વોશિંગ્ટન પોસ્ટે મારા વકીલને આ ઘટના સંબંધિત સવાલો મોકલ્યા છે. લેખ વાંચ્યા પછી મારા માટે સત્ય અને હકીકતોને સામે લાવવી ખૂબ જરૂરી છે.

22 વર્ષની ઉંમરે એશિયન એજમાં કામ કરવાની તક મળી

પલ્લવી હાલ અમેરિકાના નેશનલ પબ્લિક રેડિયોમાં ચીફ બિઝનેસ એડિટર છે. તેમણે લખ્યું છે કે, જ્યારે એશિયન એજ ન્યૂઝ પેપરમાં કામ કરવાનો મોકો મળ્યો ત્યારે મારી ઉંમર માત્ર 22 વર્ષ જ હતી. અમે લોકો જસ્ટ કોલેજમાંથી પાસઆઉટ જ થયા હતા અને અમને જર્નાલિઝમ વિશેની બહુ ખબર પણ નહતી. અકબર તે સમયે ખૂબ પ્રખ્યાત એડિટર હતા અને તેમના બે પુસ્તક લોન્ચ પણ થઈ ચૂક્યા હતા. હું તેમની ભાષા-શૈલી ખૂબ પસંદ કરતી હતી અને તેમના જેવું જ લખવા માંગતી હતી. 23 વર્ષની ઉંમરે મને એડિટોરિયલ પેજની ઈન્ચાર્જ બનાવી દેવામાં આવી હતી. તે માટે હું રાજકીય દિગ્ગજો જસવંત સિંહ, અરુણ શૈરી અને નલિની સિંહ સાથે ફોન પર વાતચીત પણ કરતી હતી.

પેજ બતાવવા ગઈ તો કરી લીધી કિસ

પલ્લવીના જણાવ્યા પ્રમાણે આ વાત 1994ની છે. હું અકબરની ઓફિસમાં એડિટોરિયલ પેજ બતાવવા ગઈ હતી. ઓફિસનો દરવાજો મોટાભાગે બંધ રહેતો હતો. મને આશા હતી કે તે કંઈક વધારે સારી હેડલાઈન સજેસ્ટ કરશે. તેમણે મારા પ્રયત્નોના વખાણ કર્યા અને તુરંત મને કિસ કરવા આગળ વધ્યા. હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને તુરંત ઓફિસની બહાર નીકળી ગઈ. મને ખૂબ શરમ આવી રહી હતી. મારી ફ્રેન્ડ તુષિતાને આજે પણ મારો તે ચહેરો યાદ છે. તેણે મને પૂછ્યું તો મે તુરંત આ વિશે તેને કહી દીધું. તે સમયે તુષિતા એકલી માત્ર તે વ્યક્તિ હતી જેને મેં આ વાત કરી હતી.

બીજી ઘટના મુંબઈમાં થઈ

પલ્લવી લખે છે કે, આ ઘટનાના થોડા સમય પછી મુંબઈમાં મેગેઝીન લોન્ચ માટે જવાનું હતું. ત્યાં અકબરે મને તાજ હોટલમાં તેમના રૂમમાં લે-આઉટ બતાવવા માટે બોલાવી હતી. ત્યાં પણ તેમણે મને કિસ કરી લીધી હતી. આ વખતે મે તેમને ધક્કો માર્યો હતો. હું ભાગવા લાગી તો તેમણે મારા મોઢાં ઉપર નખ માર્યા. તે સાંજે મેં મારા ફ્રેન્ડને મોઢાં ઉપર ઈજાનું કારણ હું પડી ગઈ હતી તેવું કહ્યું. દિલ્હી પરત આવતા અકબરે મને ધમકી આપી કે હવે પછી હું તેમને રોકીશ તો તે મને નોકરીમાંથી કાઢી મૂકશે. જોકે તે પછી પણ મેં તે નોકરી ન છોડી.

જયપુરમાં રેપ કર્યો

પલ્લવીએ લખ્યું કે, હું સવારે આઠ વાગે કોઈ ઓફિસ આવે તે પહેલાં ઓફિસ પહોંચી જતી. મારો હેતુ એવો હતો કે 11 વાગ્યા સુધી એડિટોરિયલ પેજ પતાવીને હું રિપોર્ટિંગમાં જતી રહું. મુંબઈની ઘટના પછી મને દૂરના એક ગામમાં રિપોર્ટિંગમાં મોકલી હતી. ત્યાં લોકોએ એક કપલને ફાંસએ લટકાવી દીધું હતું કારણકે તેઓ અલગ અલગ જ્ઞાતીના હતા. મારું અસાઈમેન્ટ જયપુરમાં પુરૂ થયું.ત્યાર અકબરે કહ્યું કે, તેઓ જયપુરમાં સ્ટોરી ડિસકસ કરશે. તેમણે મને તેમના રૂમમાં બોલાવી. મેં ત્યારે તેમની સાથે ઝઘડો પણ કર્યો. તેમણે મારા કપડાં ફાડી નાખ્યા અને મારી સાથે રેપ કર્યો. મેં આ વિશે પોલીસને ફરિયાદ પણ ન કરી.

પલ્લવીએ કહ્યું કે, આજથી 2 સપ્તાહ પહેલાં અકબર વિદેશ રાજ્ય મંત્રીના પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે. તેમણે અન્ય મહિલા પત્રકાર તરફથી લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને એક ફરિયાદકર્તાની સામે તેઓ કોર્ટ પણ ગયા હતા. મને આ વાતથી સહેજ પણ આશ્ચર્ય ન થયું. આજે બોલીને પણ મને કઈ મળવાનું નથી, પણ આ હ્રદય દ્વાવક ઘટના હતી અને મને આશા છે કે મારી નજીકના લોકો આ પીડા સમજી શકશે.

પલ્લવીએ જણાવ્યું કે, આજે તે એ મહિલાઓના સમર્થનમાં લખી રહી છે જેમણે તેમનું સત્ય વ્યક્ત કર્યું છે. તે સાથે જ તેઓ આ વાત તેમના યંગ દીકરા અને દીકરી માટે લખી રહી છે. જેથી જ્યારે કોઈ તેમને આ પ્રમાણે શિકાર બનાવે તો તેઓ લડી શકે. વિક્ટિમ ન બને. તેઓ સમજી શકે કે 23 વર્ષ પહેલાં મારી સાથે શું થયું હતું. હું આ ખરાબ સમયમાંથી પસાર થઈ છું અને હવે આગળ વધી રહી છું.