મોદીએ બાળકોને વર્ચ્યુલી સન્માનિત કર્યા, કહ્યું- તમારે આ સન્માનથી પ્રેશરમાં નથી આવી જવાનું, પ્રેરણા લેવાની છે

0
16
32 બાળકો સન્માનિત કરાયા, વર્ચ્યુલ કાર્યક્રમમાં બાળકોની સિદ્ધિ દર્શાવવામાં આવી
32 બાળકો સન્માનિત કરાયા, વર્ચ્યુલ કાર્યક્રમમાં બાળકોની સિદ્ધિ દર્શાવવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ‘વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ (PMRBP) વિજેતાઓ સાથે વાત કરવાના છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા પ્રમાણે પુરસ્કાર વિજેતાઓને ડિજિટલ સર્ટીફિકેટ આપવામાં આવશે. આ પુરસ્કાર માટે આખા દેશમાં 61 બાળકોની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી 32 બાળકોને ગયા વર્ષ માટે અને 29 બાળકોને આ વર્ષે PMRBP-2022 માટે પસંદ કરવામાં આવ્યા છે.સમારોહ દરમિયાન વડાપ્રધાન બ્લોક ચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને PMRBP- 2022ના વિજેતાઓને ડિજિટલ સર્ટીફિકેટ આપવામાં આવ્યા છે. આ સમારોહમાં PMRBP- 2021ના વિજેતાઓને પણ સર્ટીફિકેટ આપવામાં આવ્યા. ગયા વર્ષે કોરોનાના કારણે તેમને સર્ટીફિકેટ આપી શકાયા નથી. વિજેતાઓને સર્ટીફિકેટ આપવા માટે પહેલીવાર બ્લોક ચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ બાળકોને આપ્યો સંદેશ
બાળકોને સંબોધન કરતા મોદીએ કહ્યું કે, તમને બધાને આ પુરસ્કાર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પણ છે. હું દેશની દરેક દિકરીઓને શુભેચ્છાઓ આપુ છું. તમારા માતા-પિતા અને ટિચર્સને પણ શુભેચ્છાઓ આપુ છું. આજે તમે જ્યાં છો તેની પાછળ તેમનું પણ યોગદાન છે. તમારી દરેક સફળતા, તમારા પોતાના લોકોની પણ સફળતા છે.

જિલ્લા મુખ્યાલયથી કાર્યક્રમમાં સામેલ થયા બાળકો
આ સમારોહમાં બાળકો તેમના માતા-પિતા અને સંબંધિત જિલ્લા મજિસ્ટ્રેટ સાથે જિલ્લા મુખ્યાલયથી આ કાર્યક્રમમાં સામેલ થશે. આ પુરસ્કાર રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ આપે છે. વડાપ્રધાન દર વર્ષે પુરસ્કાર વિજેતાઓ સાથે વાત કરે છે.
બાળ પુરસ્કાર વિજેતા દર વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પણ સામેલ થાય છે. જોકે કોરોનાના કારણે આ વખતે સમારોહ વર્ચ્યુલી આયોજિત કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને રાજ્ય મંત્રી ડૉ. મુંજપારા મહેન્દ્રભાઈ પણ જોડાયા હતા.

5થી 17 વર્ષની ઉંમરના બાળકોને અરાય છે પુરસ્કાર
વડાપ્રધાન રાષ્ટ્રીય બાળ પુરસ્કાર ભારતમાં રહેતા 5થી 17 વર્ષના બાળકોને આપવામાં આવે છે. જેમણે શિક્ષણમાં, રમતમાં, કલા-સંસ્કૃતિ. સમાજસેવા અને બહાદુરી જેવા ક્ષેત્રે અસાધારણ પ્રદર્શન કર્યું હોય તેમને આ પુરસ્કાર આપવામાં આવે છે. દરેક પુરસ્કાર વિજેતાને 1 લાખ રૂપિયાની રકમ પણ ઈનામ પેટે આપવામાં આવે છે.

શું છે બ્લોક ચેન ટેક્નોલોજી?
બ્લોકચેન ટેક્નોલોજીમાં બ્લોકનો અર્થ બહુ બધા ડેટા બ્લોક્સ સાથે છે. તેના દ્વારા અલગ-અલગ બ્લોક્સમાં ડેટાને સ્ટોર કરવામાં આવે છે. તે એકબીજા સાથે જોડાયેલા હોય છે. તેના કારણે ડેટાની એક લાંબી ચેઈન બને છે. નવો ડેટા આવતા તેને એક નવા બ્લોકમાં સ્ટોર કરવામાં આવે છે.એક વાર જ્યારે બ્લોક ડેટાથી ભરાઈ જાય ત્યારે તેને પાછળના બ્લોક સાથે જોડી દેવાય છે. આમ આ રીતે કોઈ પણ લેવલના તે જેટામાં ફેરફાર અથવા ચેડા કરી શકાય નથી. તેના કારણે બ્લોકચેન ટેક્નોલોજી સુરક્ષીત માનવામાં આવે છે.