ભાવનગરની હોટલમાં ચાલતા કોવિડ કેર સેન્ટરમાં આગ ભભૂકતા 70 દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડાયા

0
11
70 જેટલા કોરોનાના દર્દીઓને બીજી જગ્યાએ સલામત રીતે હૉસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંગળવારે રાત્રે આશરે 12.30 કલાકે હોટલના ત્રીજા માળના એક રૂમમાં ટીવીના યુનિટમાં શોક સર્કિટથી એકાએક આગ ભભૂકી ઉઠી હતી
70 જેટલા કોરોનાના દર્દીઓને બીજી જગ્યાએ સલામત રીતે હૉસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંગળવારે રાત્રે આશરે 12.30 કલાકે હોટલના ત્રીજા માળના એક રૂમમાં ટીવીના યુનિટમાં શોક સર્કિટથી એકાએક આગ ભભૂકી ઉઠી હતી

ભાવનગર : ભાવનગરમાં એક મોટી જાનહાની સર્જાતા રહી ગઇ છે. શહેરનાં કાળુભા રોડ ઉપર આવેલી હોટલ જનરેશન એક્સ જેને હાલ સમર્પણ કોવિડ હૉસ્પિટલ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. ત્યાં આગ લાગવાની ઘટના બની છે. મંગળવારે મોડી રાતે 12.ની આસપાસ આ હોટલનાં ત્રીજા માળનાં વેન્ટિલેટરવાળા એક રૂમમાં આગ લાગી હતી. જેના કારણે 70 જેટલા દર્દીઓને અન્ય હૉસ્પિટલોમાં ખસેડવામાં આવ્યાં છે. જોકે, સદનસીબે અત્યારસુધી કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યાં નથી. હાલ મળતી માહિતી પ્રમાણે આ આગ રૂમમાં શોર્ટ સર્કિટ થતાં લાગવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા ત્રીજા માળથી કોરોના પોઝીટીવ દર્દીઓનું રેસ્ક્યુ કરી મોટી દુર્ઘટના ટાળવમાં આવી છે. 70 જેટલા કોરોનાના દર્દીઓને બીજી જગ્યાએ સલામત રીતે હૉસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મંગળવારે રાત્રે આશરે 12.30 કલાકે હોટલના ત્રીજા માળના એક રૂમમાં ટીવીના યુનિટમાં શોક સર્કિટથી એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જે બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા દર્દીઓમાં દહેશતનો માહોલ છવાઇ ગયો હતો. આ આગની ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા તેમનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગને બુઝાવી હતી. આ અંગેની જાણ કોરોનાના દર્દીઓનાં પરિવારને થતા તેઓ પણ મોટી સંખ્યામાં સેન્ટર પર આવી ગયા હતા.