Saturday, October 17, 2026
HomeGujaratAhmedabadકોરોનાને ”હેલ્થ ડીઝાસ્ટર” જાહેર કરી દર્દી તથા પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવે...

કોરોનાને ”હેલ્થ ડીઝાસ્ટર” જાહેર કરી દર્દી તથા પરિવારજનોને આર્થિક સહાય આપવામાં આવે : પરેશ ધાનાણી

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કોરોના મહામારીને ‘હેલ્થ ડીઝાસ્ટર’ જાહેર કરીને મહામારીનો ભોગ બનેલ લોકો અને તેમના પરિવારોને ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૩ અને ધી ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ અંતર્ગત આર્થિક સહાય આપવા માગણી કરી છે.વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવેલ છે કે, છેલ્લા દોઢ વર્ષથી ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયાને સદીની સૌથી મોટી કોરોના મહામારીએ ભરડો લીધો છે. હાલમાં ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન નવા સ્ટ્રેઈનની આક્રમકતા અને વ્યાપકતા, સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘાતક પુરવાર થઈ રહેલ છે, ત્યારે કુદરતી આપત્તિઓ સમયે પ્રજાની વ્હારે આવવું એ દરેક સરકારની ફરજ છે.આ એકટ અંતર્ગત અછત, પૂર, ભૂકંપ, વાવાઝોડા વિગેરે કુદરતી આપત્તિઓ સમયે
કેશડોલ્સ, ધરવખરી, મકાન, પશુપાલન અને ખેતી પાકોને થયેલ નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે છે તેમજ અપંગતા અને મૃત્યુ અંગે સહાય ચૂકવવામાં આવે છે.હાલ આ જ કાયદાઓ હેઠળ જુદા જુદા નોટિફીકેશનો બહાર પાડી અને સરકારને મળેલા વિશેષાધિકાર અંતર્ગત શિક્ષકોને સ્મશાને મૃતાંક છુપાવવાની જવાબદારીઓ સહિત સરકારી તંત્રને ફરજીયાત સેવા માટે દબાણ પુર્વક ફરજ પાડવામા આવી રહી છે તેમજ સામાન્ય માણસો પાસે આકરી દંડનીય કાર્યવાહીથી કરોડો રુપિયાની ઊધરાણી કરવામાં આવેલ છે, પરંતુ હાલ પર્યત આ કાયદા અન્વયે કોઈપણ અસરગ્રસ્ત દર્દીઓને સારવાર કે સહાય આપવામાં આવી નથી, જે અતી દુઃખદ છે.
ગત વર્ષથી રાજ્યમાં કોરોના મહામારીનો અસંખ્ય લોકો ભોગ બનેલ છે અને હજારો લોકો મૃત્યુ પામેલ છે તેવા સમયે આ કાયદામાં સહાય ચૂકવવાની જોગવાઈ હોવા છતાં પણ રાજ્ય સરકાર પોતે જ ઘડેલા કાયદાનું ઉલ્લંઘન કરીને પ્રજાને મળવાપાત્ર સહાયથી વંચિત રાખે છે તે બિલકુલ વ્યાજબી નથી, ત્યારે સરકારે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ તમામ વ્યક્તિઓના પરિવારોને આર્થિક સહાય ચૂકવવી જોઈએ તથા તે અંગેના ધોરણો, માપદંડો નિર્ધારીત કરવાની કાયદાથી લાદેલી સંવૈધાનિક ફરજો પણ સરકારે અદા કરવી જોઈએ.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here