સુશાંત સિંહ ડ્રગ કેસ સાથે જોડાયેલો મોસ્ટ વોન્ટેડ ડ્રગ સપ્લાયર KR લંડનમાં નજરકેદ, ભારત લાવવાની ક્વાયત શરૂ

0
5
સુશાંત સિંહ રાજપુતના મોત સાથે જોડાયેલા ડ્રગ કેસમાં જે મોસ્ટ વોન્ટેડ ડ્રગ સપ્લાયરનું નામ આવ્યું હતું, તેની સાથે જોડાયેલા એક મોટા સમાચાર આવ્યા છે. મુંબઈ પોલીસને ભારતના મોસ્ટ વોન્ટેડ ડ્રગ સપ્લાયર કૈલાશ રાજપૂતનું લોકેશન મળી ગયું છે
ભારત લાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસને આ ફરાર ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટના નેતાની જે માહિતી મળી છે, તે મુજબ હાલ કૈલાશ રાજપૂત યુકેમાં છે.

મુંબઈ : સુશાંત સિંહ રાજપુતના મોત સાથે જોડાયેલા ડ્રગ કેસમાં જે મોસ્ટ વોન્ટેડ ડ્રગ સપ્લાયરનું નામ આવ્યું હતું, તેની સાથે જોડાયેલા એક મોટા સમાચાર આવ્યા છે. મુંબઈ પોલીસને ભારતના મોસ્ટ વોન્ટેડ ડ્રગ સપ્લાયર કૈલાશ રાજપૂતનું લોકેશન મળી ગયું છે અને હવે તેને ભારત લાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈ પોલીસને આ ફરાર ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટના નેતાની જે માહિતી મળી છે, તે મુજબ હાલ કૈલાશ રાજપૂત યુકેમાં છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કૈલાશ રાજપૂત ઉર્ફે કેઆરની માહિતી યુકેની એજન્સીઓને શેર કરવામાં આવી છે અને ભારતીય એજન્સી તેને ભારત લાવવા માટે લંડન પોલીસના સંપર્કમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોસ્ટ વોન્ટેડ કૈલાશ રાજપૂતનો પાસપોર્ટ યુકેની એજન્સીઓએ જપ્ત કરી લીધો છે અને તેને નજરકેદ પણ કરવામાં આવ્યો છે. તેને ભારત પ્રત્યાર્પણ કરવાની તૈયારી ચાલી રહી છે. કૈલાશ રાજપૂતને ડી-કંપનીમાં અનીસ ઈબ્રાહિમનો જમણો હાથ માનવામાં આવે છે, જે ડી-કંપનીના ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટના ઓપરેશનલ ઈન્ચાર્જ છે. કૈલાશ રાજપૂત એ જ છે, જેનું નામ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં ડ્રગ્સ સપ્લાયર સિન્ડિકેટમાં પણ આવ્યું છે. સૂત્રોન જણાવ્યા મુજબ CBI કૈલાશ રાજપૂત ઉર્ફે કેઆરને ભારત લાવવા માટે પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવા માટે વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરશે. પોલીસે જણાવ્યું હતું કે ડ્રગ સપ્લાયર કૈલાશ રાજપૂતે દેશમાં સિન્થેટિક ડ્રગ્સ, ખાસ કરીને મેફેડ્રોન, સપ્લાય કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ફેબ્રુઆરી 2018માં અંબોલી પોલીસની ટીમે બે લોકોની ધરપકડ કરી હતી અને 2.73 કરોડની કિંમતની 13.5 કિલોનું પાર્ટી ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં 25 કરોડ છે. બંને આરોપીઓની પૂછપરછમાં કૈલાશ રાજપૂતની ભૂમિકા બહાર આવી હતી. કૈલાશ રાજપૂત 2014થી દુબઈમાં ત્યારે તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. જોકે તે હવે યુકેમાં મળી આવ્યો છે. તે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સપ્લાયર છે, જેની સામે લુક આઉટ નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. તે દિલ્હી પોલીસ, NCB અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના સ્પેશિયલ સેલના વિવિધ કેસોમાં મોસ્ટ વોન્ટેડ છે.