રાજકોટના 189 ગામમાં કોરોનાનું નામોનિશાન નહિ, બીજી લહેરના વિદાયના સંકેત

0
11
રાજકોટ તાલુકામાં સૌથી વધુ 44 ગામના લોકો સંક્રમણ મુક્ત થયા છે. સૌથી ઓછા જામ કંડોરણા અને જેતપુર તાલુકાના 4 ગામ જ કોરોના મુક્ત થયા છે. રાજકોટ જિલ્લામાં 75 ગામમા '0' પોઝિટિવ કેસ નોંધાયા.
રાજકોટ તાલુકામાં સૌથી વધુ 44 ગામના લોકો સંક્રમણ મુક્ત થયા છે. સૌથી ઓછા જામ કંડોરણા અને જેતપુર તાલુકાના 4 ગામ જ કોરોના મુક્ત થયા છે. રાજકોટ જિલ્લામાં 75 ગામમા '0' પોઝિટિવ કેસ નોંધાયા.
  • છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટના 410 ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી
  • રાજકોટ તાલુકામાં સૌથી વધુ 44 ગામના લોકો સંક્રમણ મુક્ત થયા
  • રાજકોટ જિલ્લામાં 75 ગામમા ‘0’ પોઝિટિવ કેસ નોંધાયા
  • સૌથી ઓછા ધોરાજી તાલુકામાં 16 ગામમાં પોઝિટિવ કેસ નોંધાયા

રાજકોટ :રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને 150 નીચે આવી ગઇ છે. આજે નવા 82 કેસ નોંધાયા છે. શહેરમાં ગઇકાલે રવિવારે 114 કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્યમાં 51 કેસ મળી કુલ 165 કેસ નોંધાયા હતા. રાજકોટમાં કોરોના કેસ ઘટવામાં રસીકરણ પણ મોટો રોલ ભજવી રહી છે. આ વચ્ચે રાજકોટમાં અનેક ગામ કોરોનામુક્ત બની રહ્યાં છે. આંકડા મુજબ, રાજકોટ જિલ્લાના 189 ગામ કોરોના મુક્ત થયા છે. bછેલ્લા એક અઠવાડિયાથી રાજકોટના 410 ગામમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજકોટ તાલુકામાં સૌથી વધુ 44 ગામના લોકો સંક્રમણ મુક્ત થયા છે. સૌથી ઓછા જામ કંડોરણા અને જેતપુર તાલુકાના 4 ગામ જ કોરોના મુક્ત થયા છે. રાજકોટ જિલ્લામાં 75 ગામમા ‘0’ પોઝિટિવ કેસ નોંધાયા. તો સૌથી ઓછા ધોરાજી તાલુકામાં 16 ગામમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. આ આંકડા બતાવે છે કે, રાજકોટ જિલ્લામાં કોરોના કાબૂમાં આવી રહ્યો છે. રાજકોટમાં કોરોનાની બીજી લહેર હવે ધીરે ધીરે વિદાય લઈ રહી છે. એપ્રિલ માસ રાજકોટ માટે સૌથી કપરો સાબિત થયો હતો. પરંતુ જૂન મહિનાની શરૂઆતમાં સ્થિતિ થાળે પડી જશે તેવી આશા બંધાઈ છે. રાજકોટ જિલ્લામાં 542 સર્વેલન્સની ટીમે 36966 લોકોનો સર્વે કરતા માત્ર 99 લોકોમાં જ લક્ષણો જોવા મળ્યા હતાતો બીજી તરફ, રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને ગઈકાલે મહત્વની જાહેરાત કરી કે, કોરોનાની ત્રીજી લહેરને લઈને સિવિલ હોસ્પિટલમાં 200 બેડની બાળકોની હોસ્પિટલ તૈયાર કરાશે. સમરસ હોસ્ટેલમાં 400 બેડ સ્ટેન્ડ બાય રાખવા આદેશ કરાયા છે. ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા પર ખાસ ફોક્સ કરાયું છે. આ માટે સ્પેશિયલ નોડલ ઓફિસર ડો. રાહુલ ગુપ્તા આગામી 2 દિવસમાં બધુ ફાઇનલ કરશે.