Friday, September 25, 2026
HomePoliticsModiહવે વડોદરાથી દિલ્હી બાય રોડ ફક્ત 10 કલાક જ દૂર, મુંબઈ એક્સપ્રેસ...

હવે વડોદરાથી દિલ્હી બાય રોડ ફક્ત 10 કલાક જ દૂર, મુંબઈ એક્સપ્રેસ વેના બીજા ભાગનું આજે ઉદઘાટન

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

નવી દિલ્હી : દિલ્હીથી વડોદરા (delhi to vadodara ExpressWay) સુધીની સફર સામાન્ય રીતે 16 કલાકની હોય છે. આટલું જ નહીં આ રુટ પર સૌથી ઝડપે દોડતી ટ્રેન તેની યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરે છે પણ હવે બાય રોડ આ યાત્રા માત્ર 10 કલાકમાં પૂર્ણ થઇ જશે. જેનું માધ્યમ બનશે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે (delhi mumbai expressway). આ એક્સપ્રેસ વેના બીજા ભાગનું (delhi mumbai expressway second part) આજે પીએમ મોદી (PM Modi) ઉદઘાટન કરવાના છે જે રાજસ્થાનથી ગુજરાત સુધી બનેલો છે. તેનો ત્રીજો ભાગ વડોદરાથી મુંબઈ વચ્ચે હશે. આ રુટની સૌથી ઝડપી મુંબઈ સેન્ટ્રલ તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેન 10 કલાક 45 મિનિટમાં યાત્રા પૂરી કરે છે. આ ઉપરાંત ગાડીઓ 12થી 15 કલાકનો સમય લે છે. બાય રોડ આ સફર અત્યાર સુધીમાં 18 થી 20 કલાકમાં પૂર્ણ થતી હતી જે હવે માત્ર અડધી જ રહી જશે. દિલ્હીથી સોહના, દૌસા, લાલસોટ, સવાઈ માધોપુર, કોટા, રતલામ, દાહોદ અને ગોધરાના માર્ગે આ એક્સપ્રેસ વે 10 જ કલાકમાં મુસાફરોને વડોદરા પહોંચાડી દેશે. હાલ દિલ્હીથી વડોદરા સુધી જવા માટે સીધા બે જ રોડ હતા. એક રસ્તો જયપુર, ભીલવાડા અને ઉદયપુરના માર્ગે. તો બીજો લક્ષ્મણગઢ, લાલસોટ અને કોટાના માર્ગે. દિલ્હી અને વડોદરા વચ્ચેનું અંતર આશરે 1000 કિલોમીટરનું છે પણ નવા એક્સપ્રેસ વેને લીધે આ રસ્તો 845 કિ.મી.નો જ રહી જશે. દિલ્હીથી વડોદરા સુધીના સેક્શનને 12000 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. તેનો સૌથી વધુ 373 કિ.મી.નો હિસ્સો રાજસ્થાનથી પસાર થાય છે. આ ઉપરાંત મધ્યપ્રદેશથી 244 કિ.મી. અને સૌથી ઓછો રાજસ્થાનથી 79 કિ.મી. પસાર થાય છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો સોહનાથી દૌસા સુધીનો સેક્શન પહેલાં જ ચાલુ કરી દેવાયો હતો. આ રોડ પર તમે 120 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ગાડી દોડાવી શકશે. રોડ 8 લેન હશે અને કનેક્ટિવિટી મજબૂત હશે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here