PMએ પહેલીવાર ટેલિ પ્રોમ્પટરમાં જોઇ કર્યું હિન્દીમાં ભાષણ, ખાલી સભા મંડપમાં ફરજીયાત બેસાડી પોલીસને

0
35

પીએમ નરેન્દ્ર મોદીએ આજે સવારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું અનાવરણ કર્યું હતું. પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમવાર હિન્દીમાં ભાષણ આપવા માટે પણ ટેલિ પ્રોમ્પટરનો ઉપયોગ કર્યો હતો. માત્ર એટલું જ નહીં, પીએમ નરેન્દ્ર મોદીનો સભા મંડપ ખાલી રહેતા તાત્કાલિક અન્ય સ્થળોએ સુરક્ષામાં ખડે પગે રહેલા પોલીસ જવાનોને લાવીને ફરજીયાત મંડપમાં બેસાડી દેવામાં આવ્યા હતા.

પ્રતિમા સરદારના પ્રણ,પ્રતિભા, પુરૂષાર્થ-પરમાર્થની ભાવનાનું જીવતું જાગતું પ્રગટીકરણ

આ પ્રસંગે સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારતની ભાવિ પેઢીને એકતા-અખંડતાની પ્રેરણા મળતી રહે તે માટે ગગનચૂંબી આધાર તૈયાર કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા સરદારના પ્રણ,પ્રતિભા, પુરૂષાર્થ અને પરમાર્થની ભાવનાનું જીવતું જાગતું પ્રગટીકરણ છે. રાષ્ટ્રીય એકતા પ્રતિ સમર્પણ અને ભારત ભક્તિની તાકાતથી મનમાં મિશન સાથે ગુજરાતે આ કામ ઐતિહાસિક સમયમાં પૂર્ણ કર્યું છે. આ સ્મારક કરોડો ભારતીયોના સન્માન અને સેંકડો દેશવાસીઓના સામર્થ્યનું પ્રતિક છે.

(‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું અનાવરણઃ પીએમએ ‘મિત્રો’ બોલવાનું બંધ કર્યું, 15 વાર બોલ્યા ‘સાથીઓ’)

આદિવાસીઓના જનજીવનમાં લાવશે પરિવર્તન

તેમણે આગળ જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશની અર્થ વ્યવસ્થા અને રોજગાર નિર્માણ માટે મહત્વનું સ્થાન બની રહેશે એટલું જ નહીં, આ વિસ્તારના હજારો આદિવાસીઓના જનજીવનને ઉત્તમ બનાવીને પરિવર્તન આણનારૂં એકતાનું તીર્થ સ્થાન બની રહેશે.

આજે ધરતીથી લઇને આસમાન સુધી સરદાર પટેલ પર અભિષેક થઇ રહ્યો છે

આ ઉપરાંત પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણના ઐતિહાસિક અવસરે તમામ ગુજરાતીઓને, ભારત દેશવાસીઓને અને હિન્દુસ્તાનને પ્રેમ કરતા હર કોઇને અભિનંદન પાઠવ્યા હતા. ભારતની એકતા માટે સમર્પિત વિરાટ વ્યક્તિત્વને આઝાદીથી અત્યાર સુધીમાં યોગ્ય સ્થાન નહોતું મળ્યું, એટલે સતત અધુરપનો અહેસાસ થતો હતો, એમ કહીને પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિરાટ વ્યક્તિત્વને યોગ્ય સ્થાન આપીને ઇતિહાસના સ્વર્ણિમ પૃષ્ઠને ઉજાગર કરવાનું કામ થયું છે. આજે ધરતીથી લઇને આસમાન સુધી સરદાર પટેલ પર અભિષેક થઇ રહ્યો છે. વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમાનું નિર્માણ કરીને ભારતે ઇતિહાસ તો સજર્યો જ છે. આવનારી પેઢીને ભવિષ્યમાં પ્રેરણા મળતી રહે તે માટેનો ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે

news/MGUJ-AHM-HMU-LCL-a-less-people-at-modi-sabha-during-inaguration-of-statue-of-unity-fill-with-police-jawan-gujarati-news-5976666.html?ref=ht&seq=3
news/MGUJ-AHM-HMU-LCL-a-less-people-at-modi-sabha-during-inaguration-of-statue-of-unity-fill-with-police-jawan-gujarati-news-5976666.html?ref=ht&seq=3