Thursday, October 15, 2026
HomenationalPM મોદીએ દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંક યુનિટનું ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંક યુનિટનું ઉદ્ઘાટન કર્યું

Date:

Related stories

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં બેન્કિંગ  સુવિધાઓ દેશના છેવાડાના વ્યક્તિ સુધી લઈ જવાના ઉદ્દેશ્ય સાથે 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ (DBUs) લોન્ચ કર્યા છે. PM મોદીએ સવારે 11:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ અને કાશ્મીરના 2 ડિજિટલ બેન્કિંગ એકમો સહિત દેશના 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, તમામ દેશવાસીઓને શુભકામનાઓ, બેન્કિંગ સેક્ટર અને આરબીઆઈના તમામ કર્મચારીઓને હું અભિનંદન આપું છું. ડિજિટલ બેન્કિંગ યુનિટ એ આધુનિક ભારત તરફનું એક પગલું છે. આ સેવાઓ કાગળ, લેખન અને અન્ય મુશ્કેલીઓથી મુક્ત રહેશે. આ ડિજિટલ બેન્કિંગ સેવાઓ પહેલા કરતા વધુ સરળ બનશે. ગામડાથી શહેર, નાના શહેરમાં પૈસા મોકલવા માટે લોન લેવા સુધી બધું સરળ થઈ જશે. પીએમ મોદીએ કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય બેન્કિંગ સિસ્ટમમાં સુધારો, મજબૂત અને પારદર્શિતા લાવવાનો છે. લોકોનું સશક્તિકરણ એ અમારી સરકારનું ધ્યેય છે બેંકો પોતે ગરીબોના ઘરે જશે તે માટે આપણે બેંક અને ગરીબો વચ્ચેનું અંતર ઓછું કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે બેંકિંગ સેવાઓને દૂર-દૂર સુધી, ઘર-ઘર સુધી લઈ જવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આજે ભારતના 99%થી વધુ ગામડાઓમાં 5 કિમીની અંદર કોઈને કોઈ બેંક શાખા, બેન્કિંગ આઉટલેટ અથવા બેન્કિંગ મિત્ર છે. ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ એ દિશામાં એક બીજું મોટું પગલું છે જે ભારતીયોના જીવનને સરળ બનાવવા માટે દેશમાં ચાલી રહ્યું છે. આ એક ખાસ બેંકિંગ સિસ્ટમ છે જે ન્યૂનતમ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મહત્તમ સેવાઓ આપવાનું કામ કરશે. ડિજિટલ બેંકિંગ એકમોની રજૂઆત સાથે, તમારે હવે એકાઉન્ટ ખોલવા, પાસબુક પ્રિન્ટ કરવા, વિવિધ બેંક યોજનાઓમાં રોકાણ કરવા અને લોન માટે બેંકમાં જવાની જરૂર નહીં રહેશે. હવે આ સુવિધા ઘરની નજીક જ ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ વર્ષે બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં દેશના 75 જિલ્લામાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ ખોલવાની ઘોષણા કરી હતી.

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

એમ્વીની પ્રથમ છ મહિનાની આવક 45 ટકા વધીને રૂ....

બેંગાલુરુ, 15 ઓક્ટોબર, 2026: એમ્વી ફોટોવોલ્ટેઇક પાવર લિમિટેડે (NSE:...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here