Monday, September 14, 2026
HomeGujaratઅંજારના ખેડોઈના લક્ષ્મીનારાયણ મંદિરમાં 75 વર્ષ પહેલાં રાખેલો શીરો તાજો મળી આવ્યો,ઘીની...

અંજારના ખેડોઈના લક્ષ્મીનારાયણ મંદિરમાં 75 વર્ષ પહેલાં રાખેલો શીરો તાજો મળી આવ્યો,ઘીની સુગંધ પણ એવી જ…

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

અંજાર: આપણી સામે અનેકવાર માનવામાં ન આવે તેવી ઘટનાઓ બનતી હોય છે. કેટલાક લોકો તેને ચમત્કાર કહે છે, તો કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા ગણે છે. આવી જ એક ઘટના ગુજરાતમાં કચ્છમાં બની છે. કચ્છના અંજારમાં એક મંદિરમાં 75 વર્ષ જૂનો શીરો મળી આવ્યો છે. જે 75 વર્ષના વહાણા વીતી ગયા બાદ આજે પણ તાજો છે. આ ઘટનાથી અંજારવાસીઓ ચમત્કાર ગણાવી રહ્યા છે અને ભગવાનનની પ્રસાદી કહી રહ્યાં છે. અંજાર તાલુકાના ખેડાઈ ગામના પટેલવાસમાં લક્ષ્મીનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર સૌથી પહેલા 1945 માં બનાવવામાં આવ્યુ હતું. પરંતુ કચ્છના ભૂકંપમાં મંદિર જર્જરિત થઈ ગયુ હતું. તેના બાદ હાલ મંદિરના જીર્ણોદ્વારની કામગીરી હાથ ધરાઈ હતી. મંદિરનું શિખર બદલવાની કામગીરી કરવાની હતી. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ મંદિરમાં એક હવનનું આયોજન કરાયુ હતું. જેના બાદ શિખરના ટોચ પરથી કળશ ઉતારવામાં આવ્યો હતો. આ કળશ જોઈને જ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ કે, મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમયે કળશમાં શીરો મૂકવામાં આવ્યો હતો, તે 75 વર્ષના વહાણા વિત્યા બાદ પણ તાજો મળી આવ્યો છે. જાણે ગઈકાલે જ બનાવ્યો હોય તેમ શીરામાંથી ચોખ્ખા ઘીની સુગંધ આવતી હતી. શીરામાં કોઈ પ્રકારના બગાડ થયો ન હતો. જેથી લોકોએ આ ઘટનાને ચમત્કાર ગણાવી છે. 

પ્રસાદ રૂપી શીરો લોકો જોઈ શકે તે રીતે રખાયો :-
ખેડોઈ ગામે આશ્ચર્ય પમાડે તેવી ઘટના બની હોવાથી પુરાવા રૂપે પ્રસાદ રૂપે મળી આવેલો 75 વર્ષ જૂનો શીરા મંદિરમાં સાચવી રખાયો છે, ખેડોઈ ગામમાં આ અદ્દભુત ઘટના બનતા હાલે લોકો શીરા રૂપી પ્રસાદને જોવા અને લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શનાર્થે મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here