Thursday, August 13, 2026
HomeBusinessપોલીકેબ ઈન્ડિયા લિમિટેડ - સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક, એબિટા અને...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક, એબિટા અને નફાકારકતા

Date:

Related stories

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

₹૧૦૦ કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી...

ગુજરાત, ઓગસ્ટ ૨૦૨૬: જે દર્શકોએ ‘લાલો – કૃષ્ણ સદા...

ઈશ્વર સાક્ષાત્કારની તીવ્ર અનુભૂતિ બહુ ઓછાં સાધનો કે ઓછી...

સદગુરુ કૃપા હી કેવલમ. શ્રાવણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097 મિલિયન, વાર્ષિક ધોરણે 39 ટકા વૃદ્ધિ

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની એબિટા રૂ. 11,362 મિલિયન, વાર્ષિક ધોરણે 32 ટકા વૃદ્ધિ

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 7,967 મિલિયન, વાર્ષિક ધોરણે 33 ટકા વૃદ્ધિ

મુંબઈ, 20 જુલાઈ, 2026: પોલીકેબ ઈન્ડિયા લિમિટેડે (BSE: 542652, NSE: POLYCAB) આજે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળાના તેના નાણાંકીય પરિણામોની જાહેરાત કરી હતી.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઇન્દર ટી. જયસિંઘાનીએ કંપનીના દેખાવ અંગે જણાવ્યું હતું કે, “અમે નાણાંકીય વર્ષ 2027ની શરૂઆત મજબૂત ગતિ સાથે કરી છે અને પ્રથમ ત્રિમાસિક ગાળામાં અત્યાર સુધીની સૌથી વધુ આવક અને નફો નોંધાવ્યો છે. વાયર એન્ડ કેબલ્સ વિભાગે સ્થાનિક બજારમાં મજબૂત માંગ અને અસરકારક કામગીરીના અમલીકરણના આધારે સતત સારો વિકાસ જાળવી રાખ્યો છે. અમારી એફએમઈજી વ્યવસાયે શાનદાર ત્રિમાસિક દેખાવ નોંધાવ્યો છે. મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો, કામગીરીમાં વધેલી કાર્યક્ષમતા અને પ્રીમિયમ પ્રોડક્ટ્સ તરફ ગ્રાહકોના વધતા વલણને કારણે તેની નફાકારકતા સતત મજબૂત બની રહી છે. મજબૂત ઓર્ડર બુકના આધારે આંતરરાષ્ટ્રીય વ્યવસાય અમારી આગામી વૃદ્ધિનો મહત્વપૂર્ણ આધારસ્તંભ બની રહ્યો છે. બીજી તરફ, ઈપીસી વિભાગ પણ મજબૂત સ્થિતિમાં છે, જેને સારો ઓર્ડર બેકલોગ અને મજબૂત પ્રોજેક્ટ અમલીકરણ પાઇપલાઇનનો આધાર મળ્યો છે. આગળ જોતાં સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત કરવામાં આવતા રોકાણો અને મેદાની સ્તરે પ્રોજેક્ટ્સના સુધરતા અમલીકરણને કારણે નોંધપાત્ર વૃદ્ધિની તકો ઊભી થવાની અપેક્ષા છે. મજબૂત નાણાંકીય સ્થિતિ તેમજ ઉત્પાદન ક્ષમતા વધારવા, નવીનતા અને વિતરણ નેટવર્કના વિસ્તરણમાં સતત થઈ રહેલા રોકાણોના કારણે અમે બજારમાં અમારી આગેવાની વધુ મજબૂત બનાવવા અને લાંબા ગાળે ઉદ્યોગમાં અગ્રણી તેમજ ટકાઉ વૃદ્ધિ હાંસલ કરવા માટે સક્ષમ સ્થિતિમાં છીએ.”

મુખ્ય બાબતો (નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની)

• કંપનીની એકીકૃત આવકમાં વાર્ષિક ધોરણે 39 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી અને તે રૂ. 82,097 મિલિયન પર પહોંચી હતી. આ વૃદ્ધિમાં વાયર એન્ડ કેબલ્સ (ડબ્લ્યુએન્ડસી) તેમજ ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (એફએમઈજી) બંને વ્યવસાયોમાં થયેલા મજબૂત અમલીકરણનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.

• વાયર એન્ડ કેબલ્સ વ્યવસાયે ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે 39 ટકાનો વિકાસ નોંધાવ્યો હતો, જેમાં સ્થાનિક આવકમાં 43 ટકાની મજબૂત વૃદ્ધિ મુખ્ય કારણ રહી હતી. બજારમાં સારી માંગ અને પ્રોજેક્ટ સ્પ્રિંગ હેઠળ મેદાની સ્તરે કરવામાં આવેલા અસરકારક અમલીકરણને કારણે આ દેખાવ શક્ય બન્યો હતો. વાયર વિભાગે કેબલ વિભાગ કરતાં વધુ સારો દેખાવ કર્યો હતો. કેબલ વ્યવસાયમાં સંસ્થાકીય વેચાણની સરખામણીએ ચેનલ મારફતનું વેચાણ વધુ ઝડપથી વધ્યું હતું. આંતરરાષ્ટ્રીય વ્યવસાયમાં વાર્ષિક ધોરણે 13 ટકાનો ઘટાડો નોંધાયો હતો, તેમ છતાં વૈશ્વિક સ્તરે વિવિધ દેશોમાં ફેલાયેલો વ્યવસાય અને મજબૂત ઓર્ડર બુક આગામી સમય માટે સકારાત્મક વૃદ્ધિનો વિશ્વાસ દર્શાવે છે. વધુ સારા પ્રોડક્ટ મિશ્રણ અને કામગીરીમાં સુધારેલી કાર્યક્ષમતાના કારણે એબિટા માર્જિનમાં અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ સુધારો નોંધાયો હતો, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મળતા ઓછા યોગદાનની અસરને સંતુલિત કરવામાં સફળતા મળી હતી.

• એફએમઈજી વ્યવસાયે આ ત્રિમાસિક ગાળા દરમિયાન શાનદાર દેખાવ નોંધાવ્યો હતો અને વાર્ષિક ધોરણે 71 ટકાની વૃદ્ધિ હાંસલ કરી હતી. તમામ પ્રોડક્ટ કેટેગરીમાં વૃદ્ધિનો મજબૂત ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સોલાર પ્રોડક્ટ્સ સૌથી મોટા વૃદ્ધિના આધાર તરીકે યથાવત રહ્યા હતા. આ કેટેગરીએ ગયા વર્ષની સરખામણીએ બમણાથી વધુ વૃદ્ધિ નોંધાવી હતી અને એફએમઈજી પોર્ટફોલિયોમાં સૌથી મોટી કેટેગરી તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. નફાકારકતામાં પણ સતત સુધારો થયો હતો અને એબિટા માર્જિન વધીને 8.0 ટકા પર પહોંચ્યું હતું. કામગીરીમાં વધેલી કાર્યક્ષમતા અને વધુ પ્રીમિયમ પ્રોડક્ટ મિશ્રણને કારણે આ સુધારો શક્ય બન્યો હતો. આ દેખાવ પ્રોજેક્ટ સ્પ્રિંગના લક્ષ્યો સાથે સુસંગત છે, જેમાં નાણાંકીય વર્ષ 2030 સુધી એબિટા માર્જિન 8થી 10 ટકાની વચ્ચે પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

• ઈપીસી વ્યવસાયની આવક પ્રોજેક્ટના અમલીકરણના સમયચક્રને અનુરૂપ રહી હતી, જેના પરિણામે ત્રિમાસિક ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે 11 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ત્રિમાસિક ગાળામાં એબિટા માર્જિન 11.0 ટકા રહ્યું હતું. મજબૂત ઓર્ડર બુક અને સશક્ત પ્રોજેક્ટ અમલીકરણ પાઇપલાઇનના આધારે આ વિભાગ આગળ પણ સારી સ્થિતિમાં છે.

• એબિટામાં વાર્ષિક ધોરણે 32 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી અને એકીકૃત એબિટા માર્જિન 13.8 ટકા રહ્યું હતું.

• ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 33 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી અને ચોખ્ખા નફાનું માર્જિન 9.7 ટકા રહ્યું હતું.

વિશ્વ અંગદાન દિવસ (13 ઓગસ્ટ) નિમિત્તે માનવતાનો અનોખો સંદેશ:...

સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદમાં સફળ ઇન્ટરફેઇથ કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટ;...

કોયુ (Coyu)એ તેના ફ્લેગશિપ ફેશન ડેસ્ટિનેશનના શુભારંભ સાથે અમદાવાદમાં...

અમદાવાદ, ઓગસ્ટ 2026 : ફેશન હવે માત્ર યોગ્ય આઉટફિટ...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

જુઓ, યાદ રાખો અને કહો #MillionThankYou : એરટેલ IPTVની...

₹૧૦૦ કરોડની ગૌરવગાથા બાદ ‘લાલો’ હવે ઘરે આવ્યો, શેમારૂમી...

ગુજરાત, ઓગસ્ટ ૨૦૨૬: જે દર્શકોએ ‘લાલો – કૃષ્ણ સદા...

ઈશ્વર સાક્ષાત્કારની તીવ્ર અનુભૂતિ બહુ ઓછાં સાધનો કે ઓછી...

સદગુરુ કૃપા હી કેવલમ. શ્રાવણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક.મિત્રો-...

એએમ/એનએસ ઇન્ડિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે નેક્સ્ટ-જનરેશન હેવી...

બાંધકામ, પરિવહન અને હેવી એન્જિનીયરિંગ ક્ષેત્રોની બદલાતી જરૂરિયાતોને પૂરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here