રિટેલ રોકાણકારોએ ગતવર્ષે 1.41 લાખ કરોડ રોકાણ કર્યું

0
9
ગયા વર્ષે એટલે કે 2021માં ભારતીય શેરબજારમાં 224 લાખ કરોડ રૂપિયાનું રિટેલ રોકાણ નોંધાયું છે
ગયા વર્ષે એટલે કે 2021માં ભારતીય શેરબજારમાં 224 લાખ કરોડ રૂપિયાનું રિટેલ રોકાણ નોંધાયું છે

દેશ અને વિશ્વના શેરબજારો પર હંમેશા સંસ્થાકીય રોકાણકારોનું વર્ચસ્વ રહ્યું છે ભારતીય શેરબજારમાં આ વખતે રિટેલ રોકાણકારોએ ખરીદીની બાબતમાં સંસ્થાકીય રોકાણકારોને પાછળ છોડી દીધા છે.

એનએસઈ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગયા વર્ષે એટલે કે 2021માં ભારતીય શેરબજારમાં 224 લાખ કરોડ રૂપિયાનું રિટેલ રોકાણ નોંધાયું છે. જે સંસ્થાકીય રોકાણકારો કરતાં લગભગ અઢીગણુ છે.

રિટેલ રોકાણકારોએ 2021માં મૂડી બજારમાં $19 અબજ (રૂ. 1.41 લાખ કરોડ)ની ખરીદી કરી હતી, જ્યારે સંસ્થાકીય રોકાણકારોના કિસ્સામાં આ આંકડો માત્ર $7 અબજ હતો. 2021માં, શેરબજારમાં રિટેલ રોકાણકારોના ખિસ્સામાંથી $12 અબજ (90 હજાર કરોડ રૂપિયા)નું રોકાણ નોંધાયું છે.

એનએસઈમાં રિટેલ રોકાણકારોને વ્યક્તિગત રોકાણકારો, એનઆરઆઈ, એકમાત્ર માલિકો અને એચઓએફ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. નોંધનીય છે કે દેશમાં ડીમેટ ખાતાની સંખ્યા સતત વધી રહી છે. સીડીએસએલ અને એનએસડીએલ પાસે જાન્યુઆરીમાં 8.1 કરોડ ડીમેટ ખાતા હતા, જે માર્ચ 2019માં બમણાં વધી 3.6 કરોડ નોંધાયા હતાં.