Friday, July 17, 2026
HomeMumbaiરીતુ તાવડે બન્યા મુંબઈના પ્રથમ નાગરિક: બીએમસીમાં ભગવો લહેરાયો ભાજપનું દાયકાઓનું સપનું...

રીતુ તાવડે બન્યા મુંબઈના પ્રથમ નાગરિક: બીએમસીમાં ભગવો લહેરાયો ભાજપનું દાયકાઓનું સપનું આખરે સાકાર

Date:

Related stories

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

મુંબઈ: પન્નાસ ખોકે એકદમ ઓકે ના વિરોધ પક્ષના નારા વચ્ચે આજે ભાજપના ઉમેદવાર રીતુ તાવડે મૅયર અને શિંદેસેના ના સંજય ધાડી મુંબઈના ડેપ્યુટી મૅયર પદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં પાલિકા મુખ્યાલયના સભાગૃહમાં તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા ભાજપના નગરસેવકો એ જય ભવાનીના નારા સાથે સભાગૃહ ગજાવી દીધું હતું. મેયર ના નામની જાહેરાત સાથે જ મુંબઈ મહાનગરપાલિકામાં ચાર વર્ષથી રહેલા વહીવટી શાસનનો અંત આવ્યો હતો, જે સાત માર્ચ, ૨૦૨૨ના ચૂંટાયેલા નગરસેવકોના કાર્યકાળ પૂરા થયા બાદ લાગુ થયો હતો. દક્ષિણ મુંબઈમાં પાલિકા મુખ્યાલયના બહાર મોટી સંખ્યામાં ભાજપ સમર્થકો ઉમટી પડ્યા હતા અને પાલિકા સભાગૃહમાં ભાજપના નગરસેવિકા રીતુ તાવડે મુંબઈના ૭૭માં મેયર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા સમર્થકોએ જ્યજયકારના નારા લગાવીને ભાજપની ઐતિહાસિક જીત નો જશ્ન મનાવ્યો હતો. પાલિકા કમિશનર ભૂષણ ગગરાનીને તેમના નામની જાહેરાત કરી એ દરમયાન વિરોધપક્ષે પન્નાસ ખોકે એકદમ ઓકે અને ચોર ચોર ના નારા સાથે સભાગૃહમાં નારા લગાવ્યા હતાં.
મેયર પદની જાહેરાત બાદ કોંગ્રેસ અને ઉદ્ધવ સેના નગરસેવકો સાથેના વિરોધ પક્ષે મેયર ને ઘેરી વળ્યા હતા અને તેમને ભાષણ કરતાં અટકાવ્યા હતા. આ દરમ્યાન સભાગૃહમાં હાજરી આપ્યા બાદ ફડણવીસ અને શિંદે એ મુંબઈગરા નો આભાર માન્યો હતો અને આગામી પાંચ વર્ષમાં મુંબઈના વિકાસ પર ધ્યાન આપવા પર તેમણે ભાર આપ્યો હતો. ભાજપ માટે પણ ૪૪ વર્ષ પછી મુંબઈ મહાનગરપાલિકામાં પુનરાગમન થયુ હતું. એ સાથે જ એશિયાની સૌથી શ્રીમંત કહેવાતી મુંબઈ મહાનગરપાલિકામાં શિવસેનાનું ત્રણ દાયકા સુધી રહેલા શાસનનો અંત આવ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકા-૨૦૨૬ની ચૂંટણીમાં ૨૨૭ વોર્ડમાંથી ૮૯ વોર્ડમાં ભાજપના નગરસેવકો ચૂંટાઈ આવતા તે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ મૅયર પદ માટેની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લેતા રિતુ તાવડે ૧૧ ફેબ્રુઆરીએ મુંબઈના મેયર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. તે સાથે જ મુંબઈમાં પોતાના જોરે મુંબઈ મહાનગરપાલિકા પર કબજો કરવાનું ભાજપનું દાયકા જૂનું સપનું પૂરું થયું છે. શિંદેસેનાના સંજય ઘાડી ડેપ્યુટી મૅયર પદ સંભાળશે. મુંબઈમાં ભાજપના પહેલા મૅયર ડૉ. પ્રભાકર પૈ હતા, જેમણે ૧૯૮૨થી ૧૯૮૩ સુધી પાર્ટીની સ્થાપનાના થોડા વર્ષ સુધી પદ સંભાળ્યું હતું. એ બાદ ૧૯૯૭માં અવિભાજિત શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા મેળવી હતી. ભાજપની ૨૬ બેઠક સામે તેમણે ૧૦૩ બેઠકો જીતી હતી. તેથી શિવસેનાએ તેમની સાથે મૅયર પદ કે પછી અન્ય કોઈપણ વૈધાનિક સમિતિના અધ્યક્ષપદની વહેંચણી કરવાનો ઈનકાર કર્યો હતો. તેથી ભાજપ પાસે ફક્ત સ્પેશિયલ કમિટી જ રહી હતી. હવે લગભગ ત્રણ દાયકા બાદ ભાજપ સૌથી ધનિક ગણાતી મુંબઈ મહાનગરપાલિકા પર સંપૂર્ણરીતે નિયંત્રણ મેળવવા માટે તૈયાર થઈ ગઈ છે. બુધવારના મેયર તરીકે રીતુ તાવડેનું નામ સત્તાવાર રીતે જાહેર થતાં જ મુંબઈ મહાનગરપાલિકામાં ચાર વર્ષના વહીવટી શાસનનો અંત આવ્યો હતો, જે તેના ૧૫૦ વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી લાંબો ગણાય છે.

મુંબઈ મહાનગરપાલિકાના તત્કાલિકન કમિશનર ઈકબાલસિંહ ચહલને આઠ માર્ચ, ૨૦૨૨ના રોજ રાજ્યના પ્રશાસક તરીકે નીમવામાં આવ્યા હતા અને માર્ચ, ૨૦૨૪માં ભૂષણ ગગરાણી તેમને સ્થાને આવ્યા હતા. આ સમયગાળા દરમ્યાન ચૂંટાયેલા નગરસેવકોને બદલે પાલિકાનો કારભાર કમિશનરના નેતૃત્વમાં પાલિકાના અધિકારીઓ અને બ્યુરોકેટ્સ દ્વારા ચલાવવામાં આવતો હતો. ચૂંટાયેલા નગરસેવકો હવે ફરી આવ્યા હોવાથી મુંબઈના ૨૬ પ્રશાસકીય વોર્ડ અને ૨૨૭ નગરસેવકો ફરી તેમના કામ શરૂ કરશે.

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ...

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here