Wednesday, October 7, 2026
Homefilmstarજગધાત્રી અને શિવાયના લગ્ન પહેલા ચાહકોએ ‘કેળવણ’નું આયોજન કરવા બદલ સોનાક્ષીબત્રા કહે...

જગધાત્રી અને શિવાયના લગ્ન પહેલા ચાહકોએ ‘કેળવણ’નું આયોજન કરવા બદલ સોનાક્ષીબત્રા કહે છે, “ખરેખર દિલને સ્પર્શી ગયું”

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ઝી ટીવીનો જગધાત્રી એ હવે ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે દર્શકો હવે શિવાય (ફરમાન હૈદર) અને જગધાત્રી (સોનાક્ષીબત્રા)ના ભવ્ય લગ્નની રાહ જોઈ રહ્યા છે. તાજેતરના એપિસોડમાં દર્શકોએ જોયું કે, ઘણા સમયથી રાહ જોવાતી લગ્નની ઉજવણી માટે દેશમુખ અને નાયક પરિવાર એકજૂટ થઈ રહ્યો છે, જે આગામી ટ્રેકને વધુ ખાસ બનાવે છે.

સોનાક્ષીબત્રા ઉર્ફે જગધાત્રી કહે છે, “શોમાં શિવાય અને જગધાત્રીના આગામી લગ્નની સાથે ચાહકો તરફથી ખૂબ જ સુંદર સરપ્રાઈઝ મળી રહ્યા છે અને સાચું કહું તો, આનાથી વધુ ખાસ મારા માટે બીજું કઈ જ નથી. તેઓ મારા માટે કેળવણનું આયોજન કરે છે અને આ જ મારા માટે સૌથી યાદગાર અનુભવ બની રહ્યો છે. આનાથી પણ વધુ ભાવનાત્મક બાબત તેમની સાથેની વાતચીત હતી. એક ચાહકે મને એવું કહ્યું કે, ‘તારી કોઈ માસી નથી તો, આજથી હું તારી માસી છું અને તેથી જ તારા માટે આ કેળવણ કર્યું છે.’ તો બીજા એક ચાહક કહે છે, ‘મારી કોઈ દીકરી નથી, પણ તું મારી દીકરી જેવી જ છે.’ આ બધી જ વાતો મારા દિલને સ્પર્શી ગઈ. એ ક્ષણે મને એવું લાગ્યું કે, હું કોઈ ચાહકોને નથી મળી રહી, પણ મારા પરિવારની સાથે જ છું. એ હૂંફ, પ્રેમ અને પોતીકાપણાની ભાવનાને હું ક્યારેય નહીં ભૂલું. આપણે ઘણી વખત એવું કહીએ છીએ કે, ટેલિવિઝન એ ફક્ત વાર્તા અને પાત્ર નથી, પણ એવી ક્ષણો છે, જે તમને અનુભૂતિ કરાવે છે કે, દર્શકો કેટલા ગાઢ રીતે તમારી સાથે જોડાય છે, તેઓ કઈ રીતે તમને જૂએ છે અને સ્ક્રીન પર તમને જોઈને કેટલો પ્રેમ કરે છે. ચાહકો પાસેથી કેળવણમેળવાનું તો મે ક્યારેય વિચાર્યું પણ ન હતું. તેમને મને ખૂબ જ પ્રેમથી આવકારી, તેમને ટીકા લગાવ્યો, આરતી કરી અને ખૂબ જ પ્રેમથી મહારાષ્ટ્રિયન વાનગી તૈયાર કરી અને મને ભેટ પણ આપી. જગધાત્રી દરમિયાન મને ખૂબ જ પ્રેમ મળ્યો છે અને આ અનુભવ માટે હું ખૂબ જ આભારી રહીશ. કેળવણએ સુંદર મહારાષ્ટ્રિયન લગ્ન પહેલાની વીધી છે અને સાચું કહું તો, આ શો દ્વારા મને મહારાષ્ટ્રિયન પરંપરા વિશે પણ ઘણું બધું શિખવા મળ્યું છે. આ બધી વિધીનો અનુભવ વાસ્તવિક રીતે કરી તો તે મારા માટે વધુ યાદગાર બની ગઈ છે. મને જે સૌથી વધુ સ્પર્શી ગયું તે છે, તેમના વિચારો અને તેની પાછળના તેમના પ્રયત્ન. તેઓ ફક્ત જગધાત્રીને પસંદ કરે છે તે લાગણી હું શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. આ અનુભવને હું હંમેશા યાદ રાખીશ.”

આ હૃદયસ્પર્શી અભિવ્યક્તિ વિશે પોતાના વિચાર અને ઝીટીવીનીવાર્તાઓએદેશભરનાદર્શકો સાથે જોડેલા મજબૂત ભાવનાત્મક સંબંધ વિશે પોતાનો વિચાર રજૂ કરતા, ઝીટીવીના ચીફ ચેનલ ઓફિસર મંગેશકુલકર્ણીજણાવે છે કે, “ઝી ટીવી પર અમારો પ્રયત્ન હંમેશા એવી વાર્તા અને પાત્રો રજૂ કરવાનો હોય છે, જે લોકોના જીવનનો હિસ્સો બને અને તેમના દિલમાં સ્થાન બનાવી શકે. સાથોસાથ અમે હંમેશા પ્રાદેશિક સંસ્કૃતિ, પરંપરા તથા તેમની સાથે જોડાયેલી લાગણીની સમૃદ્ધિને પ્રમાણિક તથા આદરપૂર્વક રીતે ઉજવવામાંમાનીએ છીએ. જગધાત્રી દ્વારા, મહારાષ્ટ્રીયનપરંપરાઓ અને ધાર્મિક વિધીઓની સુંદરતા દર્શાવવામાં ખૂબ જ મજા આવી અને ચાહકો દ્વારા આયોજિત આ સુંદર કેળવણપણ એ જ દર્શાવે છે કે, દર્શકો વાર્તા અને પાત્રો સાથે દિલથી જોડાઈ રહ્યા છે. દર્શકો આપણા પાત્રોને પોતાના ગણીને ઉજવણી કરે છે, તે જોવું ખરેખર એક ખાસ છે અને ઝી ટીવી તેના માટે જ ઉભું છે અને તેથી જ બધાની સાથે એટલા ગાઢ સંબંધ બનાવી રહ્યું છે કે, જે સ્ક્રીનની બહાર પણ અર્થપૂર્ણ અને ભાવનાત્મક રીતે દરેક ઘરનો હિસ્સો બને છે.”

આ બધા જોરદાર ડ્રામા, લાગણી તથા ભવ્ય લગ્નની ઉજવણીને જોવા માટે જોતા રહો, જગધાત્રી દરરોજ રાત્રે 10 વાગે ફક્ત ઝી ટીવી પર!

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here