Wednesday, July 15, 2026
HomeIndiaસોનાટાએ લગ્નની સિઝન માટે ‘Grow, Together’ એટલે કે ‘સહિયારા વિકાસ’ અભિયાન પ્રસ્તુત...

સોનાટાએ લગ્નની સિઝન માટે ‘Grow, Together’ એટલે કે ‘સહિયારા વિકાસ’ અભિયાન પ્રસ્તુત કર્યું, આધુનિક ભારતીય લગ્ન પાછળની બદલાતી ધારણા પ્રસ્તુત કરી

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

નવું વેડિંગ કલેક્શન પ્રેમ, આકાંક્ષા અને દરેક ક્ષણને માણીને એકબીજાને સાથે વિકાસ કરવા આતુર યુગલો માટે કાળજીપૂર્વક બનાવ્યું છે

હાલ 21મી સદીમાં થઈ રહેલાં લગ્નો એકમાત્ર પરંપરાથી જ પરિભાષિત થતા નથી, પરંતુ બે વ્યક્તિઓની એકસાથે આગેકૂચ કરીને, એકબીજાના સહિયારા સ્વપ્નોને ઉડાન આપીને, રોજિંદી ક્ષણોમાં ખુશીઓ મેળવીને અને એકબીજાની આકાંક્ષાને પીઠબળ પૂરું પાડીને સહિયારી વૃદ્ધિથી ભાવનાનું પ્રતીક બની ગયા છે. સંબંધોની આ બદલાતી ભાવનાને રજૂ કરીને ભારતની સૌથી વધુ વેચાણ ધરાવતી વોચ બ્રાન્ડ સોનાટાએ પોતાનું વેડિંગ અભિયાન ‘Grow, Together’ એટલે કે ‘સહિયારો વિકાસ’ પ્રસ્તુત કર્યું છે. સાથે સાથે, બ્રાન્ડે લગ્નો માટે ખાસ તૈયાર કરેલું એક નવું વેડિંગ વોચ કલેક્શન પણ રજૂ કર્યું છે. લગ્નની પરંપરાગત ધારણાઓથી આગળ  વધીને આ અભિયાન આધુનિક સંબંધોની એ લાગણીને દર્શાવે છે, જેમાં યુગલ એકબીજાને પીઠબળ પૂરું પાડીને આગેકૂચ કરે છે – પછી એ વ્યક્તિગત રીતે હોય, વ્યાવસાયિક રીતે હોય કે ભાવનાત્મક રીતે હોય. આ આધુનિક સંબંધો અને લગ્નમાં ભેટ આપવાના રીતિરિવાજ પર નવો અને સમકાલીન દ્રષ્ટિકોણ છે.

સોનાટા વેડિંગના અગાઉના ‘Dream,Together’ એટલે કે ‘સહિયારા સ્વપ્નો’ અભિયાનના ભાવનાત્મક વારસાને આગળ વધારીને આ નવું અભિયાન લગ્નના દિવસ પછી ભવિષ્યના અભિગમને આગળ વધારે છે તથા એકબીજાની સફર અને વ્યક્તિગત વિકાસમાં એકબીજાને ટેકો આપતા યુગલોની ખુશીઓમાં સામેલ થાય છે. આ અભિયાનનું હાર્દ પ્રસિદ્ધ ફોટોગ્રાફ જોસેફ રાધિક અને વેડિંગ ડિઝાઇનર દેવિકા નારાયણની સ્ટોરી છે – આ બંનેએ પાર્ટનર તરીકે એકસાથે આગેકૂચ કરીને પોતાની અલગ ઓળખ ઊભી કરી છે અને સફળ કારકિર્દી બનાવી છે. એકથી વધારે એપિસોડ ધરાવતી ડિજિટલ સ્ટોરી મારફતે આ અભિયાન એકબીજાના સાથ, એકબીજાની તાકાત અને વિકાસની વાસ્તવિક ક્ષણોને રજૂ કરે છે. વળી, એવું પણ દર્શાવે છે કે, હાલના લગ્નમાં યુગલની મૂળ ભાવના ‘બેમાંથી એક થવા’ કે ‘આત્માના મિલન’ની સરખામણીમાં સહિયારો વિકાસ કરવાની વધારે છે.

આ અભિયાન વિશે સોનાટાના બ્રાન્ડ હેડ પુલક નારાયણે કહ્યું હતું કે,“ભારતનું વેડિંગ માર્કેટ બહુ ગતિશીલ ક્ષેત્ર છે, જે હાલનાં આધુનિક યુગલોની આકાંક્ષાઓ સાથે સતત બદલાઈ રહ્યું છે. નવા અભિયાન ‘સહિયારા વિકાસ’ સાથે અમારો ઉદ્દેશ નવી પેઢી સાથે જોડાવાનો છે, જે લગ્નને સતત વિકાસની એક સફર સ્વરૂપ માને છે, જેમાં પાર્ટનર એકબીજાનાં વ્યક્તિગત અને સહિયારાં સ્વપ્નોને સાકાર કરવા એકબીજાને સક્ષમ બનાવે છે. અમારું નવું વેડિંગ કલેક્શન એ લાગણીને સુંદર રીતે દર્શાવે છે અને એવી વોચ રજૂ કરે છે, જે સમય બતાવવાની સાથે વિકાસ અને એકતા પર બનેલી એક સફરનુ અમૂલ્ય પ્રતીક પણ છે.”

આ અભિયાનનો સોનાટાનું નવું વેડિંગ કલેક્શન ખાસ બનાવે છે, જે આધુનિક લગ્નો માટે મેચિંગ વોચ અને તહેવારોથી પ્રેરિત ડિઝાઇનો સુમળ ધરાવે છે. આ કલેક્શનમાં ખાસ કરીને શાનદાર સોનેરી રંગની ડિઝાઇન, મલ્ટિફંક્શનલ ડાયલ, ઉત્કૃષ્ટ મેટલની સ્ટ્રેપ તથા તહેવાર જેવો એક શાનદાર અને દરેક પ્રસંગને અનુરૂપ લૂક જોવા મળે છે.

શાનદાર સ્ટાઇલ અને વિવિધતાના સંતુલન સાથે ડિઝાઇન કરેલું વોચનું આ કલેક્શન મલ્ટિફંક્શન ડાયલ, ટેક્સ્ચર્ડ મેટાલિક બ્રેસલેટ, સ્લીક રાઉન્ડ કેસ અને સમકાલીન ડાયલ ડિટેલિંગ ધરાવે છે, જે લગ્નપ્રસંગથી લઈને રોજિંદા વસ્ત્રોની સાથે દરેક પ્રસંગો પર શોભે છે. જ્યારે પુરુષોની રેન્જમાં મલ્ટિફંક્શન ગ્રીન અને બ્લૂ ડાયલ, સોનેરી ફિનિશ અને શાર્પ મેટલિકની બનાવટની સાથે શાનદાર ફેસ્ટિવ સ્ટાઇલ પર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે મહિલાઓનાં કલેક્શનમાં  સાદુ વ્હાઇટ અને શેમ્પેઇન ડાયલ, પાતળાં બ્રેસલેટ અને જ્વેલરીથી પ્રેરિત સિલહટ એક સૌમ્ય અને આકર્ષક અંદાજ પ્રસ્તુત કરે છે.

વોચની આ સુંદર જોડીઓ એકબીજાની પૂરક ડિઝાઇનોના માધ્યમથી એકતાની લાગણીને વધારે મજબૂત કેર છે, જે એકસમાન ન હોવા છતાં એકબીજાનું પ્રતિબિંબ છે – આ આધુનિક સંબંધોની લાગણી દર્શાવે છે, જેમાં વ્યક્તિત્વ અને ભાગીદારી સહઅસ્તિત્વ ધરાવે છે. અર્થસભર ભેટ તરીકે બનેલું આ કલેક્શન આકાંક્ષા અને સુલભતા વચ્ચે સહજ સંતુલન સ્થાપિત કરે છે – જેથી લગ્નની આ સિઝનમાં યુગલો, પરિવારો અને પ્રિયજનો માટે આદર્શ ભેટ બની જાય છે.

સોનાટા વેડિંગ કલેક્શનની કિંમત રૂ. 1,495થી રૂ. 4,495 વચ્ચે છે, જે તમામ કિંમતો પર લગ્નમાં સુંદર ભેટ આપવાનો વિકલ્પ પૂરો પાડે છે. આ સોનાટાના તમામ સ્ટોર, ટાઇટન વર્લ્ડ આઉટલેટ અને દેશભરમાં અગ્રણી રિટેલ ચેનલ્સ તેમજ Sonata Watches પર ઓનલવાઇન ઉપલબ્ધ છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here