Sunday, October 11, 2026
HomeGujaratજે વાણીની પાછળ અર્થ દોડે એ સાધુવાણી-ઋષિવાણી કહેવાય અને અર્થની પાછળ જે...

જે વાણીની પાછળ અર્થ દોડે એ સાધુવાણી-ઋષિવાણી કહેવાય અને અર્થની પાછળ જે વાણી દોડે એ અસાધુ વાણી છે.

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ગૌરી,ગાયત્રી,ગંગા,ગીતા અને ગૌમાતા આપણું માતૃપંચક છે.માતારુપી ગુરુ સંશય,સંદેહ અને ભ્રમ મટાડે છે કારણ કે આ ત્રણેયથી મોહ ઉત્પન્ન થાય છે,ગુરુ મોહ મટાડવાનું કાર્ય કરે છે. શાસ્ત્ર આપણને પ્રકાશિત કરે છે. ગૌમાતા ગૌ માતાને પ્રેમ કરો એના પંચગવ્યનું સેવન કરો. ઘાટકોપર-મુંબઇમાં ચાલી રહેલી રામકથાના ત્રીજા દિવસે ગત ગત રાત્રિના થયેલા કાર્યક્રમો,પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દીગુ બાપુ તેમજ સૌરભ શાહને બાપુ મળ્યા એના વિશેની વાત કરી અને કવિતાનું પઠન પણ કર્યું. ધર્મને ચાર ચરણ છે પણ દ્વાપરયુગમાં એક ચરણ કપાયો ત્રેતા યુગમાં બીજું અને કળિયુગમાં માત્ર એક જ ચરણ છે જેનું નામ છેઃદાન.સતયુગમાં ચારેય ચરણ હતા એમ કહી અને બતાવ્યું કે લંડનથી એક પરિવારે ૧૦૦કરોડના દાનની વાત કરી છે એનું કહેવું છે કે ૩૦૦ કરોડ સુધીનો મનોરથ છે.સાથે સાથે રાત્રે કિર્તીદાન અને માયાભાઈનાં લોક ડાયરા વિશેની પણ વાત કરી અને કહ્યું કે વાણીની પાછળ અર્થ દોડે એ સાધુવાણી-ઋષિવાણી કહેવાય અને અર્થની પાછળ જે વાણી દોડે એ અસાધુ વાણી છે. શબ્દ મરતો નથી પરંતુ અદ્રશ્ય થાય છે કોઈ ઋષિ બોલે ત્યારે પ્રગટ થાય છે. દુર્ગાનો સ્વભાવ છે આપણને દુર્ગથી મુક્ત કરે છે.ગોસ્વામીજી રામને કોટી કોટી દુર્ગાનું રૂપ છે એવું કહ્યું છે. માતૃ પંચકમાં બીજી પાંચ માતાઓની વાત કરતા કહ્યું કે વંદે માતરમ માટે મૂળ તો પરામ્બા જગદંબા ભગવતી છે જે મૂળ છે.બીજી વેદમાતા ગાયત્રી.પહેલી ગૌરી માતા બીજી ગાયત્રી માતા.ત્રીજી ગંગામાતા,ચોથી ગીતામાતા અને પાંચમી ગૌમાતા વિશે વાત કરતા કહ્યું કે બંકિમ બાબુ કહે છે કે હાથમાં તારી શક્તિ છે અને હૃદયમાં તે આપેલી ભક્તિ છે.ગુરુ પણ મા છે ગુરુ એ ગૌરી છે.માતારુપી ગુરુ સંશય,સંદેહ અને ભ્રમ મટાડે છે કારણ કે આ ત્રણેયથી મોહ ઉત્પન્ન થાય છે ગુરુ મોહ મટાડવાનું કાર્ય કરે છે. ગાયત્રી માતા આપણી બુદ્ધિને પ્રકાશિત કરે છે શુદ્ધ કરે છે બુદ્ધિને પ્રભાવિત કરનાર ઘણા છે પણ પ્રકાશિત કરવું સહેલું નથી,મદારી પણ પ્રભાવિત કરી શકે છે.શાસ્ત્ર આપણને પ્રકાશિત કરે છે.ગંગા માતા આપણને પાપથી મુક્ત કરે છે ચોથી ગીતા માતા એ આપણને વિષાદથી મુક્ત કરે છે એટલે જ ગીતાજીનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. વિનોબાજી,પાંડુરંગ દાદા, અખંડાનંદ સરસ્વતી જેવા મનીષીઓ જ્ઞાનાનંદજી, ડો.રાધાકૃષ્ણન અને વિદેશીઓ દ્વારા ગીતાજીના અનેક ભાષ્યો થયા છે.જોડીયામાં વિરાગ મુનિ પણ પિતા ગીતાજી વિદ્યાલય ચલાવતા હતા યુવાન ભાઈ બહેનોને ખાસ અપીલ કરતાં કહ્યું કે આપ ગ્રંથિ મુક્ત હોવ તો તમારી ઝોળીમાં ગીતા અને રામાયણ સાથે રાખજો કારણ કે શાસ્ત્ર આપણને પ્રકાશિત કરે છે.પાંચમી ગૌમાતા ગૌ માતાને પ્રેમ કરો એના પંચગવ્યનું સેવન કરો. કથા પ્રવાહમાં રામકથાનું પ્રાગટ્ય રામનવમીના દિવસે થયું એની વાત કરી અને કહ્યું કે હરિ અનંત છે છે એટલે હરિ કથા પણ અનંત છે.કથા શા માટે?લોકોને ભૂખ અને તરસ છે એટલે કથામાતા તરફ દોડે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here